કંટેન્ટ પર જાઓ

નવા વર્ષની શુભકામનાઓ અને કેટલીક અશક્ય વાતો..

14 નવેમ્બર,2012

ગુજરાતીસંસારના દરેક વાચકમિત્રોને હ્રદયથી નવા વર્ષની શુભકામનાઓ, આ નુતન અને નવા વર્ષમાં આપના દરેક કાર્યો સફળ થાય એવી ભગવાનને પ્રાથના.

હેપ્પી ન્યુ યર ફોટો

આજે નવા વર્ષ નિમિત્તે કેટલીક અશક્ય લાગે તેવી વાતો કરવી છે (જે મારા મતે આ નવા વર્ષમાં શક્ય બની શકે છે.) જેમ કે,

  • આપણો સપ્તરંગી દેશ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે.
  • આપણા ઘણા બધા રાજકારણીઓને ભગવાન સદબુદ્ધિ આપે.!!
  • ભગવાન નવા ગુજરાતી બ્લોગરોને કોપી-પેસ્ટ કરવાથી દુર રાખે.!!
  • ડિસેમ્બર,  2012 આરામથી પસાર થઇ જાય..
  • આપણા ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને સરકાર તરફથી સારી મદદ મળે!!
  • આ વર્ષે વરસાદ ખુબ જ સારો થાય.
  • શેરબજાર અને હીરાબજારમાં મંદી ના આવે અને તેજીનો વંટોળ ફુંકાય.
  • આપણા સરકારી મહેમાન કસાબને સજા અપાય.. !!
  • આ વર્ષે એક પણ આતંકવાદી હુમલો ના થાય.. !!
  • ભારતમાંથી ગરીબી દુર થાય, અને ગરીબીરેખા નીચે જીવતા લોકોને સહાય મળી રહે.
  • 3G મોબાઈલ ઇન્ટરનેટના ભાવમાં ઘટાડો થાય !!
  • આ વર્ષે એક પણ કૌભાંડ ના થાય !! ( લગભગ અશક્ય વાત છે. )
  • મારા કેટલાક મિત્રોને વેપાર-ધંધામાં સ્થિરતા મળે.

આવી તો કેટલીયે ઘટનાઓ આ નવા વર્ષમાં બની શકે છે, જોઇએ આમાંથી કેટલીક સાચી પડે છે !!! 😛

8 ટિપ્પણીઓ
  1. સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
    આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

  2. આપની કસાબ ની વાત સાચી પડી ગઈ , મુબારક હો ,વંદે માતરમ .

  3. amirali permalink

    મયુરભાઈ, ગુજરાતીસંસારમાં સારા સુધારા વધારા કર્યા છે. હાર્દિક અભિનંદન, ગુજરાતીસંસાર હવે દિપિ રહ્યુ છે. શુભકામના સાથે કરાચીથી અમીરઅલી.

Trackbacks & Pingbacks

  1. ડેલનું માઉસ, કસાબ અને વાંદરાઓ « ગુજરાતીસંસાર
  2. નવું વર્ષ અને બીજી અશક્ય વાતો | ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો