કંટેન્ટ પર જાઓ

ત્રીજુ વિશ્વયુદ્ધ ?

4 સપ્ટેમ્બર,2013

ખાસ કરીને ઘણા-બધા ભારતીયો આ બાબતથી અજાણ છે, પણ આ કદાચ સત્ય પણ થઈ શકે છે !! એટલે જ કદાચ મેં ત્રણ મહિના પહેલા મારા મિત્ર વર્તુળમાં વાત કરી હતી કે રૂપિયો ₹70 સુધી પહોંચવાનો છે !! અને પરીણામ તમારી સામે જ છે. હવે મુખ્ય વાત પર આવીએ.

સીરીયામાં રાસાયણિક હૂમલો

તારીખ છે 21 ઓગસ્ટ અને સમય વહેલી સવારના 2:30 am વાગ્યાનો છે, સ્થળ છે સીરીયાનું પાટનગર દમાસ્ક  (પશ્વિમ એશિયામાં આવેલ આરબ દેશ ) . દેશની સરકારથી હારી-થાકી ગયેલા લોકો, જેઓ કોઇપણ ભોગે દેશને મુખ્ય શાસક પક્ષ ( રૂલિંગ પાર્ટી ) દ્વારા થતા અન્યાયોથી મુક્ત કરાવવા માગે છે. સીરીયાના દમાસ્કનો રહેણાંક વિસ્તાર છે અને રાત્રે બધા ગાઢ નીંદરમાં છે. ત્યાં જ અચાનક હવામાં રાસાયણિક હથિયારો વડે હુમલો થાય છે !! બિનસત્તાવાર રીતે લગભગ 1500 લોકોના મૃત્યુ થાય છે ( તેમાં 300 જેટલા બાળકો પણ છે !! ) આ હુમલો થયા છતાં પણ સીરીયાઈ શાસન તેના સમાચાર દબાવવાની કોશિશ કરતી રહે છે, પણ બેસહારા લોકોની મદદે સોશિયલ મીડીયા આવે છે !! જી હાં, અસરગ્રસ્ત વિસ્તારોના કેટલાક જાગૃત લોકો ત્યાં ફેલાયેલી તબાહીના વિડીયો યુટ્યુબ જેવી સોશિયલ સાઈટ્સ પર અપલોડ કરવા લાગે છે અને ટિવટર પર પણ તેની જાણકારી મુકવા માંડે છે.

સીરીયાના દમાસ્કમાં રાસાયણિક હૂમલો ક્યાં ક્યાં થયો ?

સીરીયામાં દમાસ્કમાં થયેલ રાસાયણિક હૂમલાનો મેપ [સૌજન્ય – BBC]

બસ !! શરૂઆત જ અહીંયાથી થાય છે. સીરીયાના શાસક પક્ષના કહેવા પ્રમાણે તેમણે એવો કોઈ હૂમલો કર્યો જ નથી. જ્યારે કોમન સેન્સ જેવી બાબત એ હતી કે આવા ખતરનાક હથિયારો સામાન્ય લોકો કે પછી વિપક્ષ પાસે તો આવી શકે નહીં. એટલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી સીરીયા સરકારનો તેમાં હાથ હોવો જ જોઈએ. પછી તો યુ.એન ( સંયુક્ત રાષ્ટ્રો ) પણ તરત હરકતમાં આવે છે. તેની પહેલા અમેરિકા પણ સીરીયા સરકારને કહી દે છે કે બસ હવે બહુ થયું તમે રાસાયણિક હથિયારોના આંતરરાષ્ટ્રિય કાયદાનું પાલન નહીં કરો તો પરિણામો ભોગવવા માટે તૈયાર રહેજો. એ જાણકારી રહે કે આ રાસાયણિક હુમલા પહેલાના ત્રણ વર્ષ દરમિયાન અમેરીકાએ સીરીયા સરકારને ઘણી વખત ચેતવણી આપેલી કે જો તમે વિદ્રોહી સમક્ષ કેમિકલ વેપન્સ “રાસાયણિક શસ્ત્રો” વાપરશો તો તમારે ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે  !!! એટલે અમેરીકાએ તરત જ બ્રિટનનો દરવાજો ખખડાવ્યો, ફાંન્સને પણ તેનો ઈરાદો જણાવ્યો. આખરે સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન) ની સહમતિથી નક્કી થયું કે સંયુક્ત રાષ્ટ્રોના અમુક પસંદ કરાયેલા પ્રતિનિધિઓ સીરીયાના રાસાયણિક હૂમલામાં અસરગ્રસ્ત વિસ્તારોની મૂલાકાત કરે અને સાચ્ચે જ હૂમલો થયો છે કે નહીં તેના પૂરાવા મેળવી લાવે.

તમારી જાણકારી માટે : રાસાયણિક હથિયાર એવા પ્રકારના હોય છે જેમાં પ્રતિબંધિત જાનલેવા ગેસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા ગેસનો એક ઔંસ જથ્થો પણ તમારા શરીરમાં જતો રહે તો સમયસર સારવારના મળતા જીવલેણ બની શકે છે.

સીરીયામાં સંયુક્ત રાષ્ટ્રોની તપાસ

સંયુક્ત રાષ્ટ્રોની પાંચ કાર તેના સિક્યોરીટી કાફલા સાથે સીરીયામાં તપાસ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરાવા એકઠા કરવા માટે નીકળી પડે છે. તપાસ દરમિયાન મામલાની ગંભીરતા સામે આવે છે. બીજા દિવસે કેટલાક જૂથો દ્વારા સંયુક્ત રાષ્ટ્રોની કારના કાફલા પર પણ હૂમલાનો પ્રયાસ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રોની સીરિયામાં તપાસ

સંયુક્ત રાષ્ટ્રોની સીરિયામાં તપાસ

બીજી બાજૂ અમેરીકા અને બ્રિટનમાં સરકાર વિરોધી માહોલ ઊભો થઈ જાય છે. ખાસ કરીને અમેરીકામાં લોકો રૂલિંગ પાર્ટીનો ભરપુર વિરોધ કરે છે અને વિપક્ષ પણ આ બાબતે ઓબામા સરકારને જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રોની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી શાંતિ રાખવા માટે કહે છે. ઓબામા સરકારે તેની પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે સીરીયાને તેના પગલાનો જવાબ યુ.એસ આપશે !!

ત્રીજા વિશ્વયુદ્ધ તરફી સર્જાઈ રહેલું વાતાવરણ

આટલું બધુ ન બનવાનું બની ગયું.. પણ આપણા ભારતમાં ન્યુઝ ચેનલોનું કે પછી આપણા મહાન એવા રાજકારણીઓના પેટનું પાણી પણ હલતું નથી. જ્યારે સામાન્ય લોકોનું તો પુછવું જ શું. થયું છે શું ? જરા વિસ્તારથી વાત કરીએ.

 • સીરીયા બાબતે અમેરીકાના રાષ્ટ્રપતિનું વલણ જોતા તેઓ સંયુક્ત રાષ્ટ્રોની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.
 • જ્યારે ફ્રાંન્સ સીધી રીતે અમેરીકાની સાથે છે.
 • બ્રિટન અમેરિકાની સાથે છે પણ તે ઇચ્છે છે કે સંયુક્ત રાષ્ટ્રોના નક્કી થયેલા કાયદા પ્રમાણે પગલા લેવાય.
 • ચીન અને રશિયાએ પોતાનું યુદ્ધ વિરોધી કદાચ સીરીયા તરફી વલણ અમેરીકાને દેખાડી દીધું છે.
 • રશિયાએ તો એટલે સુધી કહ્યું છે કે સીરીયા પર થતા હૂમલામાં તે સહમત નથી અને કેટલાક સિક્યોરિટી એનાલીસ્ટના તર્ક મૂજબ રશિયા જરૂર પડ્યે સીરીયા સરકારને મદદ કરી શકે છે કેમ કે ઇનડાયરેક્ટલી હજૂ પણ તેને અમેરિકા સાથે બનતું નથી.
 • જ્યારે સીરીયા સરકારે અમેરીકી સરકારને ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું છે કે સીરીયા પર હૂમલો કરશો તો અણધાર્યા પરીણામો ભોગવવા માટે તૈયાર રહેજો !! ( અણધાર્યા પરીણામો શબ્દ પર તમે અણુ હથિયારો અને રાસાયણિક હથિયારો વડે ભાર મુકી શકો !! )
 • હવે ઇરાની વાત કરીએ તો ઇરાને કહી દીધું છે કે સીરીયા પર આક્રમણ થશે તો તે (ઇરાન) ઇઝરાયેલ પર હુમલો કરશે !! ( કેમ કે ઇરાનનું મધ્ય પૂર્વમાં મૂખ્ય દુશ્મન ઇઝરાયેલ છે. )
 • આના જવાબમાં ઇઝરાયેલે તેની સેનાને હાઈ એલર્ટ પર મુકી દીધી છે અને તેઓએ પણ જણાવી દીધું છે કે ઇરાકના કોઈપણ નકામા હૂમલાનો પ્રતિકાર કરવા માટે તૈયાર છે. બીજી વાત નોંધવી કે અત્યાર સુધી ઇઝરાયેલ નિષ્પક્ષ છે !! તેણે અમેરીકાને સીરીયા પર હૂમલો કરવા માટે ઇઝરાયેલની વાયુસીમામાં ન પ્રવેશવા માટે પણ જણાવ્યું છે.
 • વાત કરીએ તૂર્કીની અને જોર્ડનની, તો આ બન્નેં દેશો પણ સીરીયા પર હૂમલાના પક્ષમાં છે.
 • અમેરીકી સરકારના જણાવ્યા પ્રમાણે તેઓ જમીન મારફતે સૈનિકો નહીં મોકલે અને રહેણાંક વિસ્તારો પર પણ હૂમલો નહીં કરે. તે માત્ર સરકારી મકાનો, સંરક્ષણ ક્ષેત્રો વગેરે જગ્યાએ જ હૂમલો કરશે જેથી તે સીરીયાને તેની ઔકાત દેખાડી શકે !
 • છેલ્લે ભારતના વિદેશમંત્રી સલમાન ખુશીર્દે ક્હયું છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્રોના નિર્ણયનું સન્માન કરશે અને સીરીયા પર મિલિટરી એક્શન કરવા સંમત નથી.

કોના સૈન્ય ક્યાં ક્યાં છે ?

બધા દેશોએ ખાલી વાતોના વડા નથી કર્યા!! એમ પણ કહી શકો કે બધુ જ હાઈ-એલર્ટ ઉપર છે !!

અમેરીકાએ તેની સૈન્ય જમાવટ બરાબરની કરી રાખી છે અને ભવિષ્યના પાસાને ધ્યાનમાં રાખીને ઘણી બધી જગ્યાએ તેના યુદ્વ જહાજો તૈનાત છે !

સીરીયામાં અમેરિકાના ગોઠવાયેલા સૈન્ય વિશે માહીતી

સૈન્યની ગોઠવણ દર્શાવતો ફોટોગ્રાફ [સૌજન્ય – BBC]

 1. તમે ઉપરના ચિત્રમાં જોઈ શકો છો તેમ અમેરીકાના વિનાશક યુદ્ધ જહાજો “યુ.એસ.એસ રેમેજ“, “યુ.એસ.એસ મહાન“, “યુ.એસ.એસ ગ્રેવેલ” અને “યુ.એસ.એસ બેરી” ભુમધ્ય સાગરમાં આવી ચુક્યા છે ! આ ચાર યુદ્ધ જહાજોની એટલી બધી મિસાઈલો છે કે તે એક યા બીજી રીતે સામેના દેશને ખોખરા કરવાની ક્ષમતા ધરાવે છે.
 2. અમેરીકાનું વિમાનવાહક યુદ્ધજહાજ નિમિત્ઝ ગલ્ફના અખાતમાં આવી ગયુ છે (કદાચ ઇરાન આડું-અવળું થાય તો તેને ખોખરું કરવા માટે)
 3. જ્યારે બીજુ વિમાનવાહક યુદ્ધજહાજ હેરી એસ. ટ્રુમેન પણ રાતા સમુદ્રમાં આવી પહોંચ્યું છે. ( યાદ રહે કે, આ બે વિમાનવાહક જહાજો રાતા સમુદ્ર્ અને ગલ્ફની ખાડીમાં રહીને બધા જ સીરીયા તરફી આરબ દેશોને કન્ટ્રોલ કરી શકે છે !! )
 4. અમેરીકાએ તેના સહયોગી દેશો આરબ દેશો (યુએઇ અને તૂર્કી) માં એરબેઝ સ્થાપી દીધા છે.
 5. બ્રિટનના રોયલ નેવીએ પણ તેનું વિમાનવાહક યુદ્ધજહાજ એચ.એમ.એસ ઇલ્યુસ્ટ્રિયસ અને ફ્રિગેટ જહાજો મોન્ટ્રોસ અને વેસ્ટ મિનસ્ટર ને પણ  ભુમધ્ય સાગરમાં પહોંચાડી દીધા છે.
 6. ફ્રાન્સનું ખતરનાક વિમાનવાહક યુદ્ધજહાજ “ચાર્લ્સ દ ગોલ” પણ ભુમધ્ય સમુદ્રમાં આવી પહોંચ્યુ ંછે.
 7. આ તો વાત થઈ ખાલી મિસાઇલ્સ ધરાવતા યુદ્ધજહાજોની અને વિમાનવાહક યુદ્ધજહાજોની. બાકી મિસાઈલ્સ, તોપ, જેટ ફાઈટર્સ, સબમરિન્સ અને મિલિટરી હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે !!

ભારતને શું લેવા-દેવા ?

મેં મારા ઘણા મિત્રોને એમ કહેતા સાંભળ્યા છે કે “આની સાથે ભારતની શું લેવા-દેવા” ? લેવા-દેવાનું છે. કેમ કે જો યુદ્ધ થાય તો ભારતને જબ્બર ફટકો પડે તેમ છે. કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવને વધે તો આપણે પેટ્રોલ-ડિઝલ માટે વધારે ડોલર ચૂકવવાના થાય. એટલે પેટ્રોલ-ડિઝલના ભાવ વધે, મોંઘવારી વધે (પણ તમારો પગાર તો એ નો એ જ રહેશે). રૂપિયો પણ નીચે આવશે. આમ તે લોકો યુદ્ધ કરે તો ઇનડાયરેક્ટલી લૉસ તો આપણને જ છે.

બીજા દેશોના અર્થતંત્ર મજબુત છે તો પણ તેને સીરીયા સાથે યુદ્ધનો મુદ્દો તેના અર્થતંત્ર માટે હાનિકારક લાગે છે અને ત્યાંની ન્યુઝ ચેનલો પણ સતત આ બાબત પર નજર રાખી રહી છે !! જ્યારે, ભારતીય અર્થતંત્ર તો ઑલરેડી ખરાબ પરિસ્થિતમાં જ છે તેવા સમયમાં આપણી ન્યુઝ ચેનલ ત્રણ-ત્રણ દિવસો સુધી ટુંડાની ગિરફતારી બતાવે છે !! પછી નવો મુદ્દો (યાસીન ભટકલ) મળે છે એટલે તેની પાછળ બીજા ત્રણ-ચાર દિવસ હાથ ધોઈને પડી જાય છે. આ બાબતો પર નવી-નવી લાઈવ ડિબેટ, લાઈવ ચેટ યોજીને એક યા બીજી વ્યક્તિ કે પાર્ટીને લડાવ્યા કરે છે. અધુરામાં પૂરુ યાસીન ભટકલ પછી આસારામનો મુદ્દો આવ્યો.. હવે તેની પાછળ પણ બે-ત્રણ દીવસ લાગી ગ્યા બધાં. ત્યાં પાછું ડી.ઝી વણઝારાનું સ્ટેટમેન્ટ આવ્યું.. !! આ લખાય છે ત્યારે પણ તે બાબતે જ ન્યુઝ ચેનલો પર આવી રહ્યું છે !!!

આ છે આપણા દેશનું મીડીયા ? જેને દેશના અર્થતંત્રની પડી નથી અને નવા-નવા ટી.આર.પી વધે તેવા ગરમ-મસાલેદાર ન્યુઝ દેખાડ્યા કરે છે !! જય હો ભારતની મીડીયા !! જય હો રાજકારણીઓ !! જય હો ભારતીયોની અને જય ભારત દેશની !!

હમણાં જ કોઈકે કહ્યું હતું કે, “મને  તો ભારત દેશનું ભવિષ્ય અંધકારમય દેખાય છે !” વાત કદાચ સાચી પડશે !!

શું ત્રીજુ વિશ્વયુદ્ધ થઈ શકે ?

જો આપણે ઇતિહાસ તપાસીએ તો ખબર પડી આવશે કે પહેલા બન્નેં વિશ્વયુદ્ધો નાની-નાની વાતોને લઈને જ થયેલા. પલ્સ બીજી વાત એ કે જ્યારે પણ કોઈ યુદ્ધમાં સામસામા પક્ષ બનવા માંડે ( જેમ સીરીયા બાબતે અત્યારે બની રહ્યું છે ) ત્યારે સમજી લેવાનું કે પાસા પોબારા પડે અને કોની ગોળી પહેલી છૂટે એટલી જ વાર !!

આ બાબતે નોંધવા જેવી વાત ગઈકાલે જ બની ગઈ જ્યારે ઇઝરાયેલે ભુમધ્ય સાગરમાં તેમની મિસાઈલ્સનું ટેસ્ટિંગ કર્યું (કોઈને કહ્યા વગર) અને પછી થયેલી વાતો તો જગ-જાહેર જ છે. મામલો ખુબ જ વધારે હદે સંવેદનશીલ થઈ ગયો હતો. પણ આખરે અમેરીકાએ ફોડ પાડ્યો કે કોઈ પણ પ્રકારનો હૂમલો કરાયો નથી. તેની ડાયરેક્ટ અસર ભારતીય અર્થતંત્ર પર પણ થઈ હતી ( જે તમે લોકો પણ જાણો છો ! ).

++ મેં મારા ફેસબુક પર મોબાઈલ વડે 28 ઓગસ્ટે આ બાબતે જ એક અપડેટ મૂકેલી જે કંઇક આવી હતી.

તો હવે ?

હવે બધાની નજર 9 સપ્ટેમ્બરના રોજ અમેરીકન સંસદમાં થનારા મતદાન પર છે. જેમાં સીરીયા પર (હૂમલો) મિલિટરી એક્શન કરવો કે નહીં તે બાબતે ચર્ચા થશે અને મતદાન થશે.

Update 10 સપ્ટેમ્બર 2013 : રશિયાએ આ પ્રોબ્લેમનો નવો હલ શોધી કાઢ્યો છે. તેણે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે સીરીયા સરકારના બધા શસ્ત્રોનું આંતરરાષ્ટ્રીય ચેકિંગ કરવામાં આવે.  આ માટે સીરીયા સરકારે પણ હા પાડી દીધી છે !!  અને મુખ્ય વાત તો એ કે અમેરિકા અને ફ્રાન્સ પણ રશિયાની આ સલાહ સાથે સહમત છે. આના પરિણામે ઇન્ટરનેશનલ બજારમાં તેલની કિંમતોમાં પણ ઘટાડો થશે અને અને રિઝર્વ બેંક દ્ધારા ઉઠાવેલ પગલાઓ અને સીરીયામાં યુદ્ધનું સંકટ દૂર થતાં રૂપિયામાં પણ સૂધારો થઈ રહ્યો છે. જે સારી બાબત છે.

Advertisements
11 ટિપ્પણીઓ
 1. વિદ્વાન મિત્ર:
  આપે જણાવેલી એક બાબત તરફ આપનું ધ્યાન દોરું છું. આપે ઈરાન ને અરબ દેશોમાં ગણાવ્યો છે પરંતુ અરબ લીગે તો અમેરિકાને ટેકો જાહેર કરી દીધો છે. હું ચોક્કસ નથી પરંતુ મારા ખયાલ થી ઈરાન અરબ લીગ નો સદસ્ય નથી આ યુદ્ધ તો સિયા – સુન્ની વચ્ચેનો સંઘર્ષ છે.

  • ધ્યાન દોરવા બદલ આભાર. ભૂલ સુધારી લેવાઈ છે.
   હા, તમે ક્હયું તેમ આરબ લીગે ટેકો જાહેર કરી દીધો છે પણ એક-બે દેશોને બાદ કરીને.

   તમે કહ્યુ તેમ આ યુદ્ધ શિયા અને સુન્ની મુસ્લિમ વચ્ચેના સંઘર્ષના કારણે થઈ રહ્યું છે, કેમ કે યુ.એનના મતે રાસાયણિક હથિયારનો ઉપયોગ કોઈ કરી શકે નહીં. બીજો પક્ષ એવો છે જે એમ માને છે કે અમેરિકાને તેલ (પેટ્રોલિયમ) જોઇએ છે !!

   અને આ સીરીયાનું યુદ્ધ વિશ્વયુદ્ધમાં પલટાવાનું જોખમ એટલા માટે છે કે જો અમેરિકા સંયુક્ત-રાષ્ટ્રોના નિર્ણય વિરૂદ્ધ કદમ ઉઠાવે અને રશિયા કે ચીન જેવા તેને રોકવા મેદાને પડે તો પછી આવી મોટી મહાસત્તાઓ વચ્ચે થતા યુદ્ધનું પરિણામ ભયંકર આવી શકે છે..

 2. mitesh permalink

  Good article mayur. explanation is good.

  • Glad you loved it, Mitesh Bhai.
   Thanks for the visit to my blog.

 3. Ashish permalink

  america ne petroleum joye che atle te loko war kare che. te loko man fave tem kari shake che. tene rokvani koini takat nathi.

  • Yes, તમારી વાત પણ સાચી છે. બીજો એક જાણકારોનો વર્ગ વિચારી રહ્યો છે કે પેટ્રોલિયમ માટે કદાચ આ બધા દાવપેચ હોઈ શકે !

 4. vijay patel permalink

  Consumption of oil is depend on every Indian and everyone should cooperate and reduce their luxurious and show off.

  • Yes I agree with you Vijay Bhai. But it’s a little hard to lower the use of oil in the country where everything depends on the oil !! The transport business too !! Let’s see what our leaders can do in this type of situations. Only we can hope ! You know why ? Because we are HINDU !!
   Thanks for stopping by.
   Keep Visiting.

 5. Mayur,
  I do not know if I am 1st time on your Blog.
  Thanks for visiting my Blog Chandrapukar & your Comment for the Post on Narendra Modi.
  I read you detailed REPORTING as a this Post.
  Congratulations for publishing such an INFORMATIVE Post.
  The Question raised is of the THIRD WORLD WAR !
  It seems it can be the 3rd one !
  But…I think 2 Big Nations ( USA & RUSSIA) are now just playing a “political Game”.They both will see their “self interests” first & avoid the “full” war.
  If Syria is “without the Chemical Weapons” it is GOOD for USA & RUSSIA.
  Let us watch the coming events as they unfold !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Mayur…Please REVISIT my Blog !

  • Yeah, USA+Russia are playing a big role in this matter. They are behaving like a GodMan !
   Well, Thanks for your valuable comment on my blog sir. I love to get suggestions from my readers and it always inspires me to write detailed articles. Sure, I will revisit your blog using ?random post method 🙂 Glad you’ve found my article informative and again thanks for stopping by.
   Keep visiting sir, I encourage you to follow my blog to get my future informative posts in your mailbox.

Trackbacks & Pingbacks

 1. નવું વર્ષ અને બીજી અશક્ય વાતો | ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: