કંટેન્ટ પર જાઓ

ભારતની સરહદો અને સળગતા પ્રશ્નો

17 ડિસેમ્બર,2012

ઘણા સમયથી (આ બ્લોગ બનાવ્યો ત્યારથી) કોઈપણ રાજકારણ વિષયક મુદ્દો ન મુકવો એવું નક્કી કરેલું.  પણ શા માટે ? તેની વાત ફરી ક્યારેક કરીશું, પણ આજે ગાડી પાટા પરથી ઊતરી ગઇ છે.

સૌપ્રથમ શિરિશ દવેનો આ બ્લોગ વાંચો (મુદ્દો સરક્રીક વિશે છે) તમે કોંગ્રેસ તરફી હોવ કે ભાજપ તરફી, પણ પહેલા ભુતકાળ જાણી લો અને પછી બીજા કેટલાક રાજકીય અને સુરક્ષાના મુદ્દાઓ વિશે મારુ મંતવ્ય.

ભારતનો ધ્વજ

આપણા આજના ઘણા-ખરા યુવાવર્ગને 1962 માં ચીને આંચકી લીધેલા પ્રદેશની ખબર જ નથી. આજકાલ ફરીવાર ચીનની હલચલ વધી ગઇ છે. તે એક તરફ પાકિસ્તાનને ગુપચુપ મદદ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ અરૂણાચલપ્રદેશને વોરઝોન બનાવવાની તૈયારી કરી રહ્યું છે.  શું ભારતના નેતાઓને આની ગંધ આવી છે ? વેલ, કોઇના ચહેરા પર તો શુ સપનામાં પણ ખબર નહી હોય. ભારતના ઓલમોસ્ટ બધા નેતાઓમાં કંઇ પણ કરી બતાવવાની તાકાત નથી, જે માત્ર એક નેતા પાસે છે. વિચારો કે કોઈ તમારા ઘરમાં આવીને કહે કે આ ઘર તો તેનું પોતાનું છે. તો તમને કેવું લાગે ? બસ આજ પોઝિશન ભારત માટે થઈ છે. પણ આપણા નસીબ એવા ફૂટેલા છે કે આવા રાજકારણીઓ વોટબેંક અને ફલાણા-તલાણાં નામના ભ્રષ્ટાચારમાંથી મુક્ત થતા જ નથી.

જો તમારા ઘરની દીવાલ પર વજનદાર ટી.વી ફીટ કરવું હોય તો, તો સિમેન્ટની બનેલી મજબુત દીવાલ જોઈશે, નહીં કે માટીની. બસ એમ જ આપણી સરહદ બાબતે વિચારવા જેવું છે. આપણી સરકારને સરહદ બાબતે મુખ્ય ચિતા એ છે કે જો કોઈને દમ-દાટી મારવા જાય તે સમયે આપણી સાથે આયાત-નિકાસ વ્યાપાર કરી રહેલા દેશો વચ્ચે કુદી પડે છે અને કહે છે કે તમારા ફલાણાં-ફલાણાં ઓર્ડર પાછાં ખેંચો નહીં તો અને આયાત-નિકાસ વેપાર બંધ કરી દઇશું. એટલે ગમે તે થાય રેલો તો આપણા પગ નીચે જ આવવાનો છે તે પાક્કું. ( ભુતકાળમાં આવું બની ચુક્યું છે ) અને શું એક વાત ભારત સરકારને સમજાતી નથી કે અત્યાર સુધી સળગતા રહેલા સરહદના પ્રશ્નો નજીકના ભવિષ્યમાં દાવાનળનું સ્વરૂપ પકડવાના જ…

તો કયા મોઢે FDI લાવવું જરૂરી લાગે છે ? હવે માનો કે ભવિષ્યમાં પાકિસ્તાન કે ચીન સાથે સરહદ બાબતે કોઈ લોચો વાગે, અને અમેરિકા જેવા વચ્ચે મનાવવા પડે અને આપણે FDI તો અત્યારે જ લાવી દીધું છે. તો શું આપણે તે સમયે જ્યારે અમેરિકા આપણને મનાવવા આવે ત્યારે આપણે તેને ના પાડીશું ? અને એમ કહીશું કે આ સરહદ કે જગ્યા અમારી જ છે.  તો આખી દુનિયાનો બાપ બનતા અમેરીકાનો શું જવાબ હશે ખબર છે ? આયાત-નિકાસ બંધ !! હા, ભવિષ્યમાં પણ ભારત સામે આવા ઇંટરનેશનલ પેંતરા રચાઈ ચુક્યા છે. મિત્રો હું પણ FDI નો વિરોધ નથી કરતો, મને ખબર છે કે FDI થી ભારતીયોને ઉચ્ચ ગુણવત્તા વાળી ચીજવસ્તુઓ મળી શકશો તે પણ સારા અને સસ્તા ભાવે. પણ આ FDI ચ્યુઇંગ ગમ જેવું છે, પહેલા ચાવો તો મીઠું લાગશે. પછી સરહદ જેવા પ્રશ્નો કોઠે પાડવાના થશે ત્યારે ધર્મસંકટ થાશે.

તો શું FDI નો કોઇ વિકલ્પ ખરો ?

હા, વિકલ્પ છે. દુનિયાના બધા દેશોના મતે ( ખુદ અમેરિકા પણ કહે છે કે) ભારત પાસે મજબુત યુવાધન છે. જો તે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે તો તે આર્થિક મહાસત્તા બની શકે છે. ( ટુંકમાં આર્થિક મહાસત્તા એટલે આપણી કંપનીઓ ભારતની માંગોને પહોંચી વળે, પછી ઇન્ટરનેશનલ માર્કેટમાં જાય. જ્યાં બીજા લોકો આપણી ઉપર આધાર રાખે. ) જેમ કે અત્યારે ચાઈના નો માલ !! ખુદ અમેરિકા પણ તેના સકંજામાં છે.

આપણી જ કંપનીઓને વધારે સપોર્ટ આપો. બધુ પારદર્શક રાખો. તો આપણી કંપનીઓ પણ કાંઈ પાણીમાં નાખી દેવા જેવી નથી.પણ આ બધુ કરવા માટે મજબુત વિચારશક્તિ જોઇએ. જે આપણી દરેક પોલિટિક્સ પાર્ટીઓ પાસે નથી. માત્ર અને માત્ર આરોપ-પ્રત્યારોપ કરતા આવડે છે. સરહદ અને ઇન્ટરનેશનલ પ્રશ્નો ભલે હલ ના થાય પણ અનામત,વોટબેંકનું રાજકારણ તો રમાવું જ જોઇએ એવું આ રાજકારણીઓને લાગી રહ્યું છે.

મિત્રો, જાગવાની જરૂર છે. એટલે હું એમ નથી કહેતો કે ચાલો કાલે રોડ ઉપર નીકળી પડો. પણ તમારી પાસે ભારત વિશે અને તેના જુના સળગતા પ્રશ્નો વિશે જાણકારી હોવી જોઇએ અને ખબર હોવી જોઇએ કે હકીકત શું છે.

Advertisements

From → સત્ય

5 ટિપ્પણીઓ
  1. મયુરભાઇ, અત્યારે વાતો તો એવી પ્રચલિત કરવામાં આવે છે કે જુની વાતો ન વાગોળો અને હાલ ની વાતો કરો. તમે મરું પેજ ગુજરાતી, ધીન્ડીયન કે treenetram.wordpress.com માં જોશો તો મારા લેખોમાં આવતી કોમેંટોમાં ક્યારેક આવી ટીકાઓ આવે છે. નહેરુવીયન કોંગ્રેસી ફરજંદો પણ આવી જ કરે છે કે ભૂતકાળ ભૂલી જાઓ અને ભવિષ્યની વાત કરો. આ પાછળ તેમની અને તેમના પૂર્વજોની બેદરકારી છે કે તેમણે પ્રતિજ્ઞા પૂર્વક કરેલા વચનો પણ પાળ્યા નથી.

  2. Krishnadev Joshi permalink

    The discussion was started on the issue of Sircreek and slowly diverted on to FDI. Naturally it is not Justified.The Auther has not followed his commitment. FDI can be discussed at another level. Chhadbet and Sircreek are integral parts of India prior to Division and there after also retained by India. Hence the matter may not be referred to any tribunal and PM of India must boldly condemn such acts of Pak & reply Pak as would have been given by Sardar Patel or Lalbahadur Shastriji.

  3. amirali permalink

    મયુરભાઈ, તમારી વાત વિચાવા જેવી તો છે, આપણે ભુલ્યા ત્યાંથી ફરી ગણવાની જરૂર છે, ૧૯૪૭ થી પાક-હિન્દ વચ્ચે વેર-ઝેર છે તે દુર કરવાની જરૂર છે. આપણા રાજકારણીઓ અને મિડીયા આવુ કદી નહી કરે. આ માટે બે દેશની પ્રજાએ વિચારવાની જરૂર છે. જો આપણે એક બીજાને સમજવાની કોશિશ કરીએ તો સારું. વેરઝેર ઘટે અને શાંતિ થાય. આખરે ધોલિયા અને કાલિયા તો પોતાના સ્વાર્થ સાધવા આપણને લડાવતા જ રહેશે. જો આપણે મોગલ યુગ કે બ્રિટિશયુગમાં સાથે રહી શક્યા તો હવે કેમ નહીં ? એકબીજાને માન આપી સમજીને આપણા પ્રશ્નોનો નિકાલ લાવી શાંતિથી રહીયે એ બન્ને દેશના હિતમાં છે..

    • સાચી વાત છે, ઘણાં લોકો પોતાના સ્વાર્થ ખાતર જેવું તેવું બોલી દેતા હોય છે, અને રાજકારણીઓ પોતાની પાર્ટીના કે ખુરશીના સ્વાર્થ ખાતર દેશના હિત માટેના નિર્ણયો લઈ શકતા નથી.

Trackbacks & Pingbacks

  1. નવું વર્ષ અને બીજી અશક્ય વાતો | ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: