કંટેન્ટ પર જાઓ

નવું વર્ષ અને બીજી અશક્ય વાતો

4 નવેમ્બર,2013

ચાલો ત્યારે બીજી એક દિવાળી ગઈ અને તેના પછીના દિવસે એટલે કે આજે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આપ સૌને દિવાળીની અને ખાસ કરીને નવા વર્ષની ખુબ-ખુબ શુભેચ્છાઓ.

Happy-New-Year

ગયા વર્ષે મેં કેટલીક અશક્ય વાતો પણ કરેલી. આજે તેનો રિવ્યુ ડે છે !!! ચાલો ગણીએ કેટલી વાતો સાચી પડી છે.

 આપણો સપ્તરંગી દેશ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવે.

– આ વાત જેવી-તેવી સાચી પડી છે.

 આપણા ઘણા બધા રાજકારણીઓને ભગવાન સદબુદ્ધિ આપે.!!

– પોસિબલ નથી !!

ભગવાન નવા ગુજરાતી બ્લોગરોને કોપી-પેસ્ટ કરવાથી દુર રાખે.!!

– મહ્દઅંશે ફેરફાર થયો છે.

ડિસેમ્બર, 2012 આરામથી પસાર થઇ જાય..

– તો જ આ પોસ્ટ લખાઈ રહી હોય ને !!

આપણા ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધનકારોને સરકાર તરફથી સારી મદદ મળે!!

– મંગળ મિશન અને બીજા કેટલાક સંશોધનો જોતા આ ઇચ્છા સાકાર થઈ રહી છે.

આ વર્ષે વરસાદ ખુબ જ સારો થાય.

–  ક્યાંક રેકોર્ડ તોડ્યા તો ક્યાંક કોરા રાખ્યા.

શેરબજાર અને હીરાબજારમાં મંદી ના આવે અને તેજીનો વંટોળ ફુંકાય.

– ડોલર ઠેકડા મારતો હતો ત્યારે દિવાળીમાં બધા દેવાળા થશે એવું લાગતું હતું. પણ રશિયારૂપી શકુનીના ઇન્ટરનેશનલ પાસા પોબારા પડી ગયા !

આપણા સરકારી મહેમાન કસાબને સજા અપાય.. !!

–  એનો તો ઘડોલાડવો જ થઈ ગયો.

આ વર્ષે એક પણ આતંકવાદી હુમલો ના થાય.. !!

– આ પણ પોસિબલ નહોતુ.

ભારતમાંથી ગરીબી દુર થાય, અને ગરીબીરેખા નીચે જીવતા લોકોને સહાય મળી રહે.

– આ કામ ટૂંકાગાળામાં પુરુ કરવું શક્ય નથી.

3G મોબાઈલ ઇન્ટરનેટના ભાવમાં ઘટાડો થાય !!

– ક્યારેક વધે, ક્યારેક ઘટે.. પણ છેલ્લે વોડાફોનવાળાએ ઘટાડો કર્યો છે.

આ વર્ષે એક પણ કૌભાંડ ના થાય !! ( લગભગ અશક્ય વાત છે. )

– જેમ ટાઈટલમાં લખ્યું છે તેમ “અશક્ય વાત છે.”

મારા કેટલાક મિત્રોને વેપાર-ધંધામાં સ્થિરતા મળે.

– મળી ગઈ.

ઓ.કે આ બધી વાત થઈ ગયા વર્ષની…

હવે આ બીજા નવા વર્ષમાં મારી કઈ-કઈ ઇચ્છાઓ છે તેનું લિસ્ટ;

મારું ઇચ્છાઓનું લિસ્ટ

Photo Credit {Google Image}

– મને વેપારધંધામાં સ્થિરતા મળે ( જોયું ? અહીંયા પણ સ્વાર્થ આવ્યો જ ! ! )

– આપણા દેશની સરહદો સુરક્ષિત થાય.

– આજ વર્ષમાં કશ્મીર  ફરવા જવાનુ્ં અને યુ.એસ ઇવેન્ટમાં જવાનું પ્લાનિંગ છે.

– કોઈપણ આતંકવાદી હૂમલો ના થાય ( આઈ મીન જેમ બને તેમ ઓછો સ્કોર રહે !! )

– આપણા મુખ્યમંત્રી ને સંબોધન કરતી વખતે હવે આગળ “મુખ્યપ્રધાન” લગાડવાની ઇચ્છા છે !.

– કોલેજના મિત્રોનું ગેટ-ટૂગેધર ઓર્ગેનાઈઝ કરવાનો પણ પ્લાન છે.

પેંગ્વિનને ઉડાવવું છે હવે ( ક્યારે શુભ શરૂઆત કરીએ કાર્તિકભાઈ ? )

ગુજરાતીસંસારના નવા મોડ્યુલ્સ માટે પ્રોગ્રામિંગ કરવું છે.

– મારી નવી ( આમ તો જુની જ છે !! ) વેબકંપની એમિગોવર્કને જેમ બને તેમ જલ્દીથી ચાલુ કરવાની છે.

– એકાદ ગુજરાતી મેગેઝીન કે પબ્લીશર માટે ટેક્નોલોજી કોલમ લખવાની પણ ઇચ્છા છે.

– આ વર્ષમાં થતી કોઈપણ ખગોળીય ઘટના નજરે જોવી છે.

– ગીર અભયારણ્ય ફરવા જવું છે સાથે સાથે પેલો રાજસ્થાનનો કથાકથિત ભાણગઢનો કિલ્લો પણ !!

– ગુગલ એડસન્સમાં મારા બધા જ જુના રેકોર્ડ તોડવા છે !!

– સુરતમાં BRTSનું કામ વહેલી તકે પુરુ થાય અને અને મેટ્રોનું કામકાજ આગળ વધે !

– ભારતીય ક્રિકેટ ટીમ તેનું રેન્કિંગ અને પર્ફોમન્સ જાળવી રાખે.

– ભારતની ( કેટલીક ) ભોળી પ્રજા તેના પર થતી સસ્તી અને તુચ્છ રાજનીતિને સમજે અને તેનો ( કાયદાકીય રીતે ) વિરોધ કરવાનું શરૂ કરે.

– ભારતીય અર્થતંત્ર મજબૂત બને..

– ડુંગળીના ભાવ ઘટે ( હાસ્તો ! , વળી હવે હોટલમાં સલાડમાં પણ ડૂંગળી માટે અલગથી આપવા પડે છે !! )

લિસ્ટ તો ઘણુ લાબું થશે પણ જેમ-જેમ યાદ આવશે તેમ ઉમેરાતું જશે !!

બસ, આ નવા વર્ષમાં તમે બધા સાથે હળી-મળીને રહો, બીજાની ફીરકી લિમિટમાં ખેંચો અને તંદુરસ્ત રહો એવી જ શુભકામનાઓ સાથે.

મારું ઇચ્છાઓનું લિસ્ટ

4 ટિપ્પણીઓ
  1. નવા વર્ષના ખોબલા ભરી અભિનંદન સાથે શુભ કામનાઓ

  2. riteshmokasana permalink

    નવા વર્ષની શુભકામનાઓ દોસ્ત !! તમારી અને આપણી સૌની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી પ્રભુને પ્રાર્થના!!!!!

    • આપને પણ નવા વર્ષની ખુબ-ખુબ શુભકામનાઓ. બસ, વિઝિટ કરતા રહેજો, નવી-નવી રોચક અપડેટસ્ આપવાની ગેરંટી અમારી :).

કોમેન્ટ આપો