કંટેન્ટ પર જાઓ

ગણપતિ વિસર્જન, ફૂડ ડિટેક્ટીવ અને અન્ય અપડેટ્સ

17 સપ્ટેમ્બર,2013

શ્રીગણેશ ફોટો

Image Source : Flickr

 • અનંત ચૌદશ એટલે ગણપતિ બાપ્પાની વિદાયનો સમય. સાથો-સાથ તમારી ખરાબ આદતો, વ્યસનોનું પણ વિસર્જન કરી દો, તમારા કુટુંબીઓ ખુશ થશે ( અને તે ભગવાન ખુશ થયા છે તેમ પણ સમજી લેવું )
 • એક સવાલ : શું ગણેશોત્સવમાં નવરાત્રી મનાવવી યોગ્ય ખરી ?? 😛
 • ફૂડ ડિટેક્ટીવ :  જી હાં. એક મૂક્કો મારતાં જ હવામાં ઉછળી જતાં વિલન હોય તેવી ફાઇટીંગવાળા બકવાસ ફિલ્મો જોવા કરતા  ડિસ્કવરી સાયન્સ ચેનલ પર ફૂડ ડિટેક્ટીવ પ્રોગ્રામ આવે છે, જે દરરોજ જુઓ. આ પ્રોગ્રામ તમને રોજીંદા જીવનમાં આવતા પ્રોબ્લેમ કેવી રીતે આસાનીથી સોલ્વ કરવા તે જણાવે છે અને તે પણ વિવિધ સાયન્ટિસ્ટ દ્ધારા કરાયેલા પ્રયોગો પરથી જ. જેમ  કે રસ્તા પર પડી ગયેલી વસ્તુ પાછી લેવાય  કે નહીં ( રામ કે ભૂત કરીને ) તથા માથામાં વાળમાં અટવાયેલી ચ્યુંઇગ-ગમ ને વાળ કપાવ્યા વગર કેવી રીતે કાઢી શકાય !! .
 • આજે આપણા ગુજરાતના માનીતા અને વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તેમને મારા તરફથી અઢળક શુભેચ્છાઓ. 108 કમાન્ડો મળ્યા એટલે કેટલાક લોકો મંડી પડ્યા કે આ શેર તો ઉંદર નીકળ્યો !!!  પણ મારે તે લોકોને એક જ વાક્ય કહેવાનું કે “તમે એકલા આખું ઘર ચલાવતા હો અને તમને કોઈ જાનથી ઉડાવી દેવાની ધમકી આપે અને તે લોકો તમારા એકલા ઘરની બહાર નીકળવાનો જ ઇંતજાર કરતા હોય ,તો તેવા સમયે તમે પોલિસ પ્રોટેક્શન વગર બહાર નીકળો ખરા ? ” No Never.
 • ભાઈ સિક્યોરીટી તો ભૂતકાળમાં રાહુલગાંધીની પણ વધારેલી જ્યારે તેમને ખતરો હતો. આ તો જિંદગીનો સવાલ છે.. જાન હૈ તો જહાન હૈ ( નરેન્દ્ર મોદીના કેસમાં મારા મતે : નરેન્દ્ર મોદી હૈ તો ઇન્ડીયા કા ફયુચર સિક્યોર હૈ ! )

પર્સનલ અપડેટસ્ :

 • હવે ફરી એકવાર અમે પણ ટિવટર પર શરૂ થઇ ગયા છીએ.
 • 1000 રૂપિયા/વર્ષમાં વેબસાઈટ ( ડિઝાઈન+કોડ+માર્કેટીંગ સહિત ) બનાવી દઈએ તો સર્વિસ તરીકે અમે આખે-આખા તમારા ઘેર સાથે આવીએ તો થાય !!
 • કોઈને પોતાના સર્વર/ વેબ હોસ્ટિંગ પર કંઇ પણ પ્રોબ્લેમ હોય ( ખાસ કરીને વર્ડપ્રેસ અને વેબડિઝાઈન રિલેટેડ ) તો  તે માટે ટૂંક સમયમાં લિમિટેડ મફત કન્સલશન રૂપે સર્વિસ શરૂ કરવા જઈ રહ્યો છું.
 • એક વર્ડપ્રેસ થીમ બનાવી છે, હાલ પુરતી આ થીમ મારા મિત્ર વિમેશભાઈના વીરગુર્જરી પર શોભી રહી છે.
 • ગુજરાતી વિકિપીડીયા અને કાર્તિકભાઈના પુસ્તક પેંગ્વિન ઊડી શકે છે પર કોન્ટ્રિબ્યુટ કરવું છે પણ !! સમય કહે છે મારુ કામ !! વર્કલોડ વધવાથી બે સ્કીન પર કામ કરવાનું શરૂ કર્યું છે.
Penguin Can Fly

Image Source : Flickr

 • “શું ભગવાન છે ?” વિષય પર બુક લખવાની શરૂઆત પણ કરી છે !! ( બીજાએ લખી હોય તો મને ખબર પણ નથી, જોઈએ હવે આ લખાણ ક્યારે પુરુ થાય છે. ) + તે પ્રુફરીડ થયા પછી PDF ફોર્મેટમાં મૂકવાની યોજના છે.
 • બીજા એક સરસ મજાના નવા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, પલ્સ પોઈન્ટ એ છે કે આ પ્રોજેક્ટ પર પાંચ સરખા માથાના IT ક્ષેત્રના ખેંરખાઓ સામેલ છે !! ( જેમાં હું પણ છું. 😀 )
 • આજથી બ્લોગ પર એક એક્સપેરીમેન્ટ અમલમાં મૂકાયો છે ! ઉદ્દેશ : આપણી નકામી વાતોની રજૂઆત ચિત્રો સાથે કરવાની !!

બીજી ઘણી બધી અપડેટસ્ છે તેના પર પછી ચર્ચા…

Advertisements
2 ટિપ્પણીઓ
 1. મારી પાસે કમ્પ્યુટર કે બ્લૉગની ટૅકનીકલ જાણકારી ઘણી ઓછી.. મીત્રો પાસે માર્ગદર્શન મેળવીને ‘અભીવ્યક્તી’એ પાંચ વર્ષ પુરા કર્યા… તમે વર્ડપ્રેસ અને વેબડીઝાઈન સમ્બન્ધી મર્યાદીત મફત સેવા સર્વીસ શરુ કરવાના છો તે જાણી અનહદ આનન્દ…
  ધન્યવાદ.

  • તમને અને તમારા મિત્ર વર્તુળમાં કોઈને પણ વર્ડપ્રેસ બ્લોગ બાબતે પ્રોબ્લેમ હોય તો તેને માટે જ આ મફત કન્સલશન છે. મારા બ્લોગ પર આવીને આપનો વિચાર દર્શાવવા બદલ ધન્યવાદ.

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: