ઉત્તરાયણ, ભુકંપ, જાવા સોફ્ટવેર અને દિલ્હી
એક વાત ખબર પડતી નથી કે કેટલાક ગુજરાતી મિત્રોને ગુજરાતી વેબસાઈટ ખોલતા શરમ આવે છે !! નક્કર હકીકત છે કે ઘણા ગુજરાતી મિત્રો ગુજરાતી બ્લોગ વાંચતી વખતે હસતા હોય છે … શું કામ ? એ કારણ તો ભાઇ તેઓને જ ખબર. હાલ તો ઉત્તરાયણ+શિયાળાની મૌસમ અને કેટલીક નવા-જુની બની રહી છે. જો તમે ડેઇલી ન્યુઝ જોતા હશો તો આ બાબતેથી વાકેફ જ હશો…
- આ વર્ષે ઉત્તરાયણનો કોઈ પ્લાનિંગ નથી 😛 હા બપોરે અગાશી પર મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને સુતેલા લોકોને પરેશાન કરવામાં આવશે.
- એક્ઝામ્સ ?? અરે….. કાલે વાંચીશું.. કાલે વાંચીશું કરીને રજાઓ નીકળી જાય. પછી એકઝામ આવે ત્યારે એમ કે સાંજે વાંચીશું અને પછી સાંજનું સવારે… અને છેલ્લે પરીક્ષાખંડમાં “ઑલ ઇઝ વેલ” ચાલતું હોય…
- ઘણા સમય પછી એક ટુલ લોન્ચ કર્યુ છે જેના વડે તમે તમારી વેબસાઈટનો એલેક્સા રેન્ક અને પેજ રેન્ક ચેક કરી શકો છો. પણ મારે અને વેબહોસ્ટિંગવાળાને કયા જન્મની દુશ્મની હશે ? કંઇ પણ નવું કરું એટલે સાઇટ ડાઉન.. એટલે છેલ્લે ખર્ચાળ પણ સલામત હોસ્ટગેટર (બરાબર વાંચજો, આ હોસ્ટગટર નથી !! ) પર પસંદગી ઉતારી છે. ગુજરાતીસંસાર નેટવર્ક અને બ્લોગ બન્નેં તેમાં હોસ્ટ કરી દેવાયા છે એટલે હા..શ.. છે હવે.
- આજકાલ Indo-Pak પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે, I hope it will recover soon.. અને પેલા કોઈક ભાઈ ન્યુક્લિયર બોમ્બની વાતો કરે છે, એ તમને કોઈને રસ્તામાં મળે તો આ આર્ટિકલ વંચાવી દેવો.
- દિલ્હીવાળા કેસમાં કોઈ રાજકારણીને મદદનો ચેક દેવા જવા માટે પણ ટાઇમ નથી !! ગરીબ પરીવારને રોમિંગ લાગે છે ત્યાં ફોન કરીને કહે છે કે તમે દિલ્હી આવો એટલે ચેક લઇ જજો તૈયાર પડ્યો છે !!!
- આ તારકમેહતાવાળા પણ આ વખતની ઉત્તરાયણ ઊજવવી ભુલી ગયા લાગે છે.
- જાવા સોફ્ટવેયર સાથે કામ પાર પાડતા લોકો સાવધાન !! , જાવા સિસ્ટમમાં ખતરનાક લુપ હોલ (બગ્સ) મળ્યા છે. આ દાવો અમેરિકાની કોઈ સિક્યુરીટી એજન્સી કરે છે.
- કેટલાક વિજ્ઞાનીઓનું કહેવું છે કે San Andreas Fault-line પર 10.0 ના Mega Earthquake ( સૌથી મોટા ભુકંપ ) માટે તૈયાર રહેજો !!!
- કોઈને યુનિસેફ કે બીજી કોઈ નોનપ્રોફીટ (બાળકો અને ગરીબો માટે કામ કરતી ) સંસ્થાઓના વેબબેનર મળે તો મને જણાવજો, ગુજરાતીસંસાર નેટવર્ક પર મુકવાનો વિચાર છે.
Advertisements
ટિપ્પણી આપો