Skip to content

ત્રીજા વિશ્વયુદ્ધનું ખતરનાક શસ્ત્ર

11 જૂન,2010

હા, અહીં ભવિષ્યમાં ગમે ત્યારે થનાર ત્રીજા વિશ્વયુદ્ધના ખતરનાક અને જેની અસર ખુબ જ ગંભીર છે તેવા ગંભીર શસ્ત્ર અણુબોમ્બની વાત કરવામાં આવી છે.અને શું તે શસ્ત્ર દરેક દેશ પાસે હશે ? પહેલા તેનો ઉપયોગ કોણ કરશે ? તેના દ્ધારા સૌથી વધુ જાનહાની કોને થશે ?

આ બધા સવાલો પહેલા એક સવાલ થશે કે એ શસ્ત્ર શું એટલું બધું શક્તિશાળી હશે કે આખાના આખા દેશોને માત્ર મિનિટોમાં ગળી જશે?

હાલમાં મોટાભાગના દેશો ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતા દેશો થઈ ગયા છે, જેમાં મહાસત્તા અમેરીકા પણ સામેલ હોય જ..

બાકીના દેશો પણ ભવિષ્યમાં અણુશસ્ત્ર ધરાવતા થઈ જાય તો કઈં કહેવાય નહીં.છતાં પણ હાલમાં વિવિધ દેશોએ તો અણુબિનપ્રસાર સંધિ પર હસ્તાક્ષર કયાઁ છે, પણ રહી-રહીને સવાલ એ ઊઠે કે શું તે વિશ્વસનીય છે?
તેના માટે તો ભુતકાળના વિશ્વયુદ્ધોના જ કેટલાક ઉદાહરણો લઈ શકાય ..
જેમ કે,

 • અમેરિકાને જાપાન પર નાના-નાના હુમલાઓ કરીને સમય અને સંપત્તિ વેડફવા કરતા એક મોટો અને ખતરનાક અણુહુમલો કરવાનું વાજબી લાગ્યું પછી તો તેણે બીજો અણુહુમલો પણ કયોઁ  હતો તે આખી દુનિયા જાણે છે.

હવે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો શું?
કોઈ દેશ તેના પ્રારંભમાં ન્યુક્લિયર બોમ્બ વાપરતા ખચકાય ખરો? લગભગ તો ન જ વાપરે પણ જો અન્ય માથાભારે શાસક હોય તો તે શું ન વાપરે?
કારણકે ચોખ્ખો વિરોધાભાસ છે
જો અણુબોમ્બ વાપરે તો,

 • બધું કામ ટુંકમાં પતી જાય અને ખચઁ પણ ખુબ ઓછો થાય

જો ન વાપરે તો,

 • રાઈફલ,મશીનગન,ટેન્કો,મિસાઈલો,યુદ્ધજહાજો,સબમરીનો પાછળ અઢળક સંપત્તિ વેડફાય અને સૈનિકો માયાઁ જાય તે વળીનફામાં ..

તો શું કોઈ આવો ટુંકો માગઁ અપનાવી ન શકે ?

હા, એટલું જરૂર કહી શકાય કે અણુશસ્ત્ર સિવાય ગમે તે શસ્ત્રો પર સંશોધન કરો પણ અણુશસ્ત્રને તો નાબુદ કરી નાખવામાં જ ભલાઈ છે.ક્યારેક ભવિષ્યની પેઢી પણ એમ પુછવી જોઈએ કે આ અણુબોમ્બ એ કઈ બલાનું નામ છે ?

પણ એ વાત ધરાર સાચી ન પડી શકે કારણકે હાલમાં દુનિયાના દેશો પાસે એટલા બધા અણુશસ્ત્રો ભેગા થયા છે કે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આખી પૃથ્વીનો હજારો વખત નાશ થઈ શકે .  આ ગપ્પો ન માનતા પણ આ હકીકત છે.

પણ આપણે આ મામલામાં કશું જ ન કરી શકીએ પણ એક મત જરૂર આપી શકીએ.
તો નીચેનો ન્યુક્લિયર બોમ્બને લગતો સામાન્ય સવાલનો જવાબ આપો.

હા તમારો જવાબ જરૂરી છે અને ખાલી એક ઓપ્શન પસંદ કરવામાં પણ વાર ન લાગે એટલે પ્લીઝ નીચેના સવાલનો જવાબ જરૂર આપશો.

Advertisements

From → સત્ય

7 ટિપ્પણીઓ
 1. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહેલું : ’ત્રીજું વિશ્વયુદ્ધ ભલે ગમે તે શસ્ત્રોથી લડાય, ચોથું વિશ્વયુદ્ધ તો પથ્થરો અને લાકડીઓથી જ લડાશે !”
  અણુ શસ્ત્રો નો ઉપયોગ કરીને જો વિશ્વયુદ્ધ લડાશે તો સમગ્ર માનવજાત ફરી એ જ પથ્થરયુગમાં પહોંચી જશે તેવી તેમની માન્યતા હતી. (અને બીજા અર્થમાં જોઇએ તો માનવજાત આટલા અધઃપતન પછી પણ પોતાનો યુદ્ધખોર સ્વભાવ ત્યજી શકે નહીં તેવો કટાક્ષ પણ છે.)

 2. સરસ લેખ છે મયુરભાઇ તમારો…
  મજા આવી વાચવાની…

 3. આ કડવી શક્યતા છે જ.
  એનાથી વધારે ભયંકર અને વાસ્તવિક રીતે જરૂર થનાર શક્યતા – કદાચ 2050 ની આસપાસ.
  એનર્જી/ વોટર સપ્લાય ક્રાઈસિસ

  એક પાવર એન્જિનીયર તરીકે મને હમ્મેશ આવતું દુઃસ્વપ્ન –

  http://gadyasoor.wordpress.com/2007/12/10/american_highway/

  જરૂર વાંચજો અને આ બાબત કાંઈક આશા કારક સંશોધન થયું હોય તો મને જણાવજો .

 4. હવે વિશ્વયુધ્ધ થવાનુ જ નથી, કેમ કે લોકો હવે વધુ ડરપોક થઈ ગયા છે. હિટલર-ચર્ચીલ-કાસ્ત્રો હએ પેદા થાઅ મુશ્કેલ લાગે છે. ટકનોલોજીકલ યુધ્ધ થઈ શકે પણ એટમીક સાહસ કરવુ એ જેવા ટેકનોલોજીએ સહુને કાલ્પનિક ડર તો ટીવી, ફિલ્મ અને લેખો, ઈંટરનેટના માધ્યમ થી દેખાડી દિધો જ છે અને હવે મોટાભાગના દેશો એક થઈ રહ્યા છે. સર્વ દેશોના પ્રોબ્લેમ હવે એક જ પ્રકારના થઈ રહ્યા છે. લોકોને મરવાનો ડર વધુ સતાવે છે. લોકો સાહસિક બન્યા તો છે જ પણ એટમ બોંબ જેવા અને હમલા કોઈ નહિ કરી શકે. (એ ખ્યાલી પુલાવ બની ગયો છે). જે દેશ એનુ સાહસ કરશે એના ઉપર અન્ય દેશો તુટી નહિ પડે? ઉદાહરણ તરીકે સદામ અને કુવૈત.

  • sansaradmin permalink

   હા પણ હાલના માથાભારે આતંકવાદીઓના હાથમાં તે આવી જાય તો કદાચ અથઁનો અનથઁ પણ થઈ શકે..

Trackbacks & Pingbacks

 1. ઉત્તરાયણ, ભુકંપ, જાવા સોફ્ટવેર અને દિલ્હી « ગુજરાતીસંસાર
 2. ત્રીજુ વિશ્વયુદ્ધ ? | ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: