કંટેન્ટ પર જાઓ

રશિયાની ઉલ્કાવર્ષા અને લઘુગ્રહ

16 ફેબ્રુવારી,2013

ગઈકાલે સવારે કોમ્પ્યુટર પર બેઠો અને તરત જ એક ટિવટર મિત્રએ ડાયરેક્ટ મેસેજ વડે મને રશિયામાં થયેલ ઉલ્કાપાત વિશે જણાવ્યું. તેણે એક વિડિયો પણ મોકલી આપ્યો જે કોઈ રશિયન વ્યક્તિ અથવા તો ન્યુઝ એજન્સીએ રેકોર્ડ કર્યો હતો. પછી તો આપણી ચેનલો પણ તે વિડીયો દેખાડવા લાગી અને તેની પાસે બીજા ફોટા પણ હતા નહીં, એટલે કરે પણ શું !!

વેલ, મેં આજે એક વેબસાઈટ પરથી તે ઉલ્કાપાતના કેટલાક ફોટા મેળવ્યા છે, જે અહીં રજૂ કરુ છું. ( ફોટા પર ક્લિક કરીને ફુલ સાઈઝ ફોટા જોઈ શકો છો. )

*Photo credits CBSNews.com

અને છેલ્લે આ લાઇવ ઉલ્કા પ્રહારનો વિડીયો જુઓ  (જે લોકોએ જોયો ન હોય તેના માટે જ !!) જે બધી ન્યુઝ ચેનલોએ રિપીટ કરી-કરીને બતાવ્યો છે !!

લઘુગ્રહ:

ઉલ્કાવર્ષા હજી અધૂરી હોય એમ સાંજે સમાચાર મળ્યા કે 2012DA14 નામના કોઈ જમાદાર (લઘુગ્રહ) આપણી વિઝિટે આવવાના છે !! ખુબ આતૂરતાપૂર્વક રાહ જોવાઈ ત્યાં એક-બે મિનિટમાં BBC ના સત્તાવાળાઓ કહે છે કે નરી આંખે કંઇપણ નહીં જોઈ શકાય !! તો પણ રાત્રે 1 વાગ્યે અગાશી પર ગયો ત્યાં તો ચારેબાજૂ વાદળો જ હતા !! હે ભગવાન, આ અપર સર્કયુલેશન પણ અત્યારે જ થવાનું હતું ? જ્યારે પણ કોઈ અવકાશને લગતી ખગોળીય ઘટના બને ત્યારે જ આકાશમાં કેમ વાદળો  હોય છે ?

આખરે ફરી પાછો પી.સી પર આવ્યો અને નાસાનું લાઈવ સિમ્યુલેશન જોયું, પણ ખાસ મજા ન આવી !! જુઓ આ ફોટો

2012DA14 લઘુગ્રહની વિઝિટનું નાસા દ્વારા લાઈવ ટેલેકાસ્ટ

2012DA14 લઘુગ્રહની વિઝિટનું નાસા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ

2 ટિપ્પણીઓ
  1. ગોવીંદ મારુ permalink

    વહાલા મયુરભાઈ,
    ધન્યવાદ….

Leave a reply to ગોવીંદ મારુ જવાબ રદ કરો