કંટેન્ટ પર જાઓ

મારો લિનક્સનો પહેલ-વહેલો અનુભવ..

21 ડિસેમ્બર,2010

મેં થોડાક દિવસો પહેલા ” મદદ જોઈએ છે ” ટાઈટલ હેઠળ એક લેખ મુકેલો અને તેમાંથી મને બ્લોગર મિત્રો દ્ધારા જરૂરી મદદ મળી પણ ખરી અને મે ઉબન્ટુ લિનક્સ ડાઉનલોડ કર્યુ..મેં ડાઉનલોડ કર્યુ તે કાર્તિકભાઈએ જણાવ્યુ તેમ તે લાઈવ સી.ડી પણ હતી જેથી તે ઇનસ્ટોલ કર્યા વગર મને તેનો ડેમો મળી ગયો..શરૂઆતમાં સી.ડી લોડ થવામાં ખુબ જ વાર લાગી પછી બે-ત્રણ વાર રિસ્ટાર્ટ કર્યુ અને આખરે ડેમો શરૂ થયો. જેનો પહેલો ફોટોગ્રાફ નીચે છે.

લિનક્સ પહેલો બુટીંગ ફોટોગ્રાફ..

લિનક્સ બુટિંગ ફોટોગ્રાફ

પછી વેલકમ પેજ આવ્યુ જેમાં ભાષા સિલેક્ટ કરીને આગળ વધ્યો..

ભાષા પસંદગી

ભાષા પસંદગી

પણ પછી પહેલા વાર જ મેં કોઈક બીજી ઓપરેટિંગ સિસ્ટમનું ડેસ્કટોપ જોયુ..

પછી મેં ડાબી બાજુ ઉપર ફાયરફોક્સનો વિકલ્પ જોયો અને થયુ કે લાવ ફાયરફોક્સ ખોલુ નવી સિસ્ટમમાં કાંઇક તો નવું આવતુ હશે ને..!

અને સાચે જ નવુ આવ્યુ, તમે જ નીચે ફોટામાં જોઇ લો..

ફાયરફોક્સ સર્વર નોટ ફાઉન્ડ ફોટોગ્રાફ

ફાયરફોક્સ સર્વર નોટ ફાઉન્ડ

અને પછી યાદ આવ્યુ કે નોકીયા પી.સી સ્યુટ તો ચાલુ કરવો પડશે ( હું નેટ મારા GPRS Class 32 ફોન વડે વાપરુ છું ).પણ આ નોકિયાનો પ્રોગ્રામ તો ચાલ્યો જ નહીં એટલે પાછુ વિન્ડોઝ પર આવવું પડ્યુ, લિનક્સની ડિઝાઈન અને તેનું ટાસ્કબારનું એરેંન્જમેન્ટ મને ખુબ જ ગમ્યુ,પણ આ વિન્ડોઝના પ્રોગ્રામ જ સપોર્ટ કરતું નથી તે ન ગમ્યુ..

કોઈ મને જણાવશે કે લિનક્સ સપોર્ટેડ પ્રોગ્રામ મને ક્યાંથી મળશે..?જો તમને નીચેના લિસ્ટમાંથી કોઈપણ પ્રોગ્રામ મળે તો પ્લીઝ જણાવજો..

મારા જરૂરી પ્રોગ્રામનું લિસ્ટ ..

  • VLC Media player
  • Nokia PC suite
  • Anti-virus (Avast Or Quick Heal )
  • Notepad++
  • GoogleTalk
  • Opera અથવા Google chrome

* અને મુખ્ય વાત એ કે તેમાં નોકિયા પી.સી સ્યુટ તો સમાવવાનો જ

જો ઉપર પ્રમાણેના ખુબ જ જરૂરી અને વારંવાર ઉપયોગી થતા પ્રોગ્રામ મળી જાય તો જ ઉબન્ટુ ચલાવવાનો વિચાર છે, નહીં તો દુરથી જ બાય..બાય..

 

ઉબન્ટુનાં વધુ ફોટોગ્રાફસ્ :

20 ટિપ્પણીઓ
  1. અમે જયારે ડીપ્લોમાં માં હતા ત્યારે ૩-૪ મિત્રોએ ભેગા થાય ને ઈન્ટરનેટ પર સળી-સંચા કરતી વખતે એક વાર ૩૦ ઉબન્ટુ ની સીડી મંગાવેલી અને પછી આખી હોસ્ટેલ માં જેટલા કોમ્પુટર અને આઈટી વાળા એન્જીનીઅર મિત્રો હતા તેમને વહેચી દીધેલી તેમાંથી ત્યારે માત્ર એક જ વ્યક્તિ એ લીનક્સ વાપરી બાકી બધા તે લાઈવ સીડી માં ગેમ રમી પાછી આપી ગયેલા. 🙂
    અને અત્યારે તેમના મોટા ભાગના મિત્રો લીનક્સ પર કામ કરે છે. 🙂
    બીજું જે હોય તે પણ આજકાલ જમાનો તો લીનક્સ નો જ છે.
    http://www.sthitpragnaa.wordpress.com

  2. હા બીક માં ને બીક માં ઓર્ડર કરેલો કે ક્યાંક પાર્સલ આવે અને રૂપિયા માગશે તો…અને આ બધા પાછળ મારા ખાસ મિત્ર રાજુ નો મોટો હાથ હતો.. 😀

  3. VLC Media player – મળશે. ઓપનસોર્સ છે.

    Nokia PC suite – આ કેમ જોઈએ છે? ઈન્ટરનેટ જો ફોન પર ચલાવતા હોવ તો ભૂલી જજો. લિનક્સમાં અપડેટ્સ રેગ્યુલર આવે છે, એટલે રીઅલ ઈન્ટરનેટ જોઈએ. બીજા વિકલ્પો છે, આના જોકે (એટલે કે પીસી સ્યુટના).

    Anti-virus (Avast Or Quick Heal ) – લિનક્સમાં વાયરસ નથી હોતા. જરુર નથી. તેમ છતાં, સર્વર પર લોકો એન્ટિવાયરસ વાપરે છે. અંદર જ મળશે.

    Notepad++ – આનાંય હજાર બાપા લિનક્સમાં છે. જીએડીટ, કેટ, વીમ, ઈમેક્સ, …

    GoogleTalk – નથી. પીડગીન વાપરી શકાય. બ્રાઉઝરમાં ટોક પ્લગ-ઈન છે. વિડીઓ ચેટ કરી શકશો..

    Opera અથવા Google chrome – બન્ને છે.

    બાકી કંઈ જોઈતું હોય તો કેજો.

    • લિનક્સનની અપડેટ કોઈ રીતે મેન્યુઅલી ઑફ થઈ શકે ? અને નોકિયા પી.સી સ્યુટ વડે મારે ડાઉનલોડની 30-40 kbps સ્પીડ આવે છે અને બીજા વિકલ્પો (પીસી સ્યુટના) જો હોય તો પ્લીઝ જણાવો..

      • જો અપડેટ ન કરવું હોય તો ન કરવાનું. (જ્યારે અપડેટનું પૂછે ત્યારે ના પાડવાની..)

        પણ, તેમ કરવું એ સલાહભર્યું નથી. કારણકે, અપડેટ વડે તમને છેલ્લાંમાં છેલ્લાં પેકેજીસ અને સલામતી સુધારાઓ (સિક્યુરીટી અપડેટ્સ) મળે છે.

      • હવે તો હજી એકવાર વિચારવું પડશે..

  4. વિન્ડોઝના પ્રોગ્રામ લિનક્સમાં ચલાવવા જ હોય તો હજી એક રસ્તો છે જેમાં ઘણાબધા વિન્ડોઝ પ્રોગ્રામ્સ ચાલે છે. નામ છે crossover office. જો કે એ ફ્રી નથી. 😦
    લિંક આ રહી.
    http://www.codeweavers.com/

    • અને હા, નોકીઆ પીસી સ્યુટ ફરજિયાત નથી. માત્ર તમારા નોકિયા ફોનના મોડેમ ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ્ડ હોય એટલે નેટ કનેક્ટ કરિ જ શકાય. નેટવર્ક કનેક્શન્સમાં જઈને નવુ કનેક્શન ડીફાઈન કરવું પડે બસ!

      • હા. એના માટે ફોન ડાયલર મળે જ છે. તમે બ્લ્યુટુથથી પણ કનેક્શન કરી શકો. પણ, તમારા ફોન માટે તમારે ગુગલજીનો સહારો લેવો પડે.

        મેં અને કનકવાભાઈએ આપેલી બધી માહિતી ગુગલ પર આરામથી મળે છે. હવે, થોડી તકલીફ લેશો જી 🙂

      • હા જરૂર,
        અત્યારે તો ગુગલમાંથી શોધીને માહીતી એકત્ર કરી રહ્યો છું..

  5. અને પાઈરેટેડ મળે છે. 🙂
    (ગેરકાયદેસર રસ્તો બતાવવા બદલ માફ કરશો. 😉 )

  6. મેં આ બાબતે થોડું સર્ચ કર્યું તો મને આ એક પોસ્ટ મળી જે લિનક્સમાં પીસી સ્યુટ રન કરવા બાબતે છે.
    http://gerry.ws/2008/09/39/how-to-use-the-nokia-pc-suite-in-linux.html

    એ ભાઈ વર્ચ્યુઅલબોક્સ સોફ્ટવેર વાપરે છે જે ઓપન સોર્સ છે. એની લિંક આ રહી.
    http://www.virtualbox.org/

    પણ હા, ગમે તે રીતે વિન્ડોઝ તો જોઇશે જ કેમ કે લિનક્સ કમાણી પર પાટુ મારતુ હોવાથી કમ્પનીઓ સપોર્ટ શક્ય તેટલો ઓછો જ આપે છે. 😦
    છતાં હું લિનક્સ ઈન્સ્ટોલ કરવાનો પ્રયત્ન કરું જ છું. એ થયા પછી પીસી સ્યુટ માટે પણ પ્રયત્ન કરીશ. ત્યાં સુધી તમને બેસ્ટ લક.

    • તમારી દરેક સલાહો માટે ખુબ આભાર..
      હું પણ પી.સી સ્યુટ વિશેની તમારી લિન્ક પર અભ્યાસ કરીશ..

    • Quote: “લિનક્સ કમાણી પર પાટુ મારતુ હોવાથી કમ્પનીઓ સપોર્ટ શક્ય તેટલો ઓછો જ આપે છે.”

      દુર્ભાગ્યે – કંપનીઓ સમજતી નથી કે લિનક્સ વાપરવા વાળા વધી રહ્યા છે, અને પોતાની પ્રોડક્ટ લિનક્સ પર ન પોર્ટ કરીને તેઓ કસ્ટમર ગુમાવી રહ્યા છે 🙂

      હજી, ડેસ્કટોપ માર્કેટમાં જોકે ઘણીવાર છે. પણ, પ્રોડક્શન મશીન-સર્વર વગેરેમાં લિનક્સનો વ્યાપ ઘણો છે. છતાંય, પાંચ વર્ષ પહેલાં મેં લિનક્સ જોયેલું (અને વાપરવાનું શરુ કરેલ) અને અત્યારનું લિનક્સ ડેસ્કટોપ – રાત-દિવસ નહી પણ જમીન-આકાશનો ફરક છે.

      • કાર્તિકભાઈ તમારી વાત બિલકુલ સાચી છે મેં નોકીયા ના ફોરમ પર લિનક્સ માટેના નોકિયા પી.સી. સ્યુટ વિશે સર્ચ કર્યુ તો ખબર પડી કે લિનક્સ વાપરવાવાળો વર્ગ ખુબ જ મોટો છે..મારે પણ તેમાં જોડાવવાની ઇચ્છા છે.

      • સાચી વાત છે કે લિનક્સ ખૂબ વિકસી રહ્યું છે. પણ આ સપોર્ટને લિધે એનો ઉપયોગ મર્યાદિત થઈ જાય છે. આજથી ત્રણ વરસ પહેલા મેં મારા સાયબર કાફે ને લિનક્સ પર ચાલતું કર્યું હતું. પણ યાહૂ મેસેન્જર ન ચાલે (ત્યારે ઓર્કુટ અને ફેસબૂક પ્રચલીત નહોતા) એટલે યુઝર્સ નિરાશ થાય. ઉપરાંત વેબકેમ અને પ્રિન્ટરના ડ્રાયવર્સના વાંધા કાયમ રહે છે એટલે ૧ મહિના પછી પ્રયોગ સંકેલાઇ ગયો. 😦

  7. મયુરભાઈ,
    મેં પહેલા ક્હયું હતું તેમ ઈન્ટરનેટ લિનક્સ પર ચલાવવા માટે પીસી સ્યુટની જરૂર નથી. મેં મારા લેપટોપમાં Suse Open Linux નાખ્યું છે અને મારા N95 મોબાઈલ વડે ઈન્ટરનેટ સફીંગ કરી શકું છું. કોઈ જ સેટીંગ કર્યા વગર અને પીસી સ્યુટ વગર જ.
    મેં આ અંગે એક પોસ્ટ મૂકી જ છે.

    મજાનું લિનક્સ! મજાનો અનુભવ!

  8. એક અપડેટ – ક્રોસઓવરમાં નોકીયા પીસીસ્યુટ ચાલતો નથી. જો કે નેટ પૂરતી તો એની જરૂર પણ નથી. 🙂

Leave a reply to મયુર (ગુજરાતીસંસાર) જવાબ રદ કરો