Skip to content

મદદ જોઈએ છે..

14 ડિસેમ્બર,2010

મિત્રો મારે ગુજરાતી બ્લોગજગતની મદદની જરૂર પહેલી વાર પડી છે, જો કોઇ પાસે આ માહીતી હોય તો જણાવશો..?

મારે મારા પી.સીમાં વિન્ડોઝ  અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે ચલાવવી છે, જો કોઇ જાણતું  હોય તો  પ્લીઝ અહીં કોમેન્ટમાં અથવા મને મેઇલ કરીને જણાવો…

સિસ્ટમ કંઇક આવી હોવી જોઈએ…

 • નેટ પરથી ઓનલાઈન ઇન્સ્ટોલ કરવા કરતા જો પી.સીમાં ડાઉનલોડ કરી શકાતું હોય અને પછી સી.ડીમાંથી ઇનસ્ટોલ કરી શકાતું હોય તો સારૂ.
 • પછી બીજુ મુખ્ય એ કે જ્યારે પણ પી.સી ચાલુ કરીએ ત્યારે બે વિકલ્પો આવવા જોઈએ કે વિન્ડોઝ  XP ચાલું કરવું છે કે  લિનક્સ..?
Advertisements
23 ટિપ્પણીઓ
 1. When you install Linux it would create Master Boot Record as you are expecting… i.e. it would give you two options… (Windows and Linux)

  I hope you have worked with linux earlier and knows how to install it…

  first thing is you have to keep free space on hard disk for linux and then start installation from disc…

  • ના મને લિનક્સ જરા પણ ઓપરેટ કરતા પણ નથી આવડતું ..
   એટલેજ તો મારે બંને એકસાથે જોઈએ છે..જેથી એક ના આવડે તો બીજુ તો આવડે ?

 2. ૧. એક સાથે બે ચલાવવા હોય તો બે વિકલ્પો છે.
  અ. VirtualBox (Free/OpenSource)
  બ. VMWare (Not Free, 30 Day evaluation can be download)

  Google કરશો તો બેય નેટ પરથી મળી જશે.

  હું બન્ને વાપરુ છું. એક અંગત કામ માટે, બીજું કંપનીના કામ માટે 🙂

  ૨. બૂટ સમયે લિનક્સ-વિન્ડોઝનો વિકલ્પ કોઈપણ લિનક્સ ઈન્સ્ટોલ કરી મેળવી શકાય છે. હવે દરેક લિનક્સ સરસ રીતે આને આધાર આપે છે. તમને ઉબુન્ટુ લિનક્સ (ubuntu.com) વાપરવાની સલાહ આપીશ. હિરેનભાઈની વાત બરાબર છે. તમને એક ન આવડે તો વિન્ડોઝ તો રહેશે જ. રીબૂટ કરો એટલે વિન્ડોઝ પાછું…

 3. કુણાલ permalink

  download ubuntu, burn it to a DVD. u can easily install it alongside ur existing windows.

  • કાર્તિકભાઈ અને કૃણાલભાઈ તમારો ખુબ આભાર…મને ઉબન્ટુ વિશે જણાવવા માટે …
   હું જરૂર તે ડાઉનલોડ કરીશ..

   • ડાઉનલોડ ચાલું કરી દીધેલ છે, કાલ બપોર સુધીમાં થઈ જશે..
    હવે કદાચ ઇનસ્ટોલ કરતી વખતે વાંધા પડે તો તમારી મદદ ફરીથી લેવી પડશે.

 4. મારો ખ્યાલ છે કે લીનક્સ જો ઈન્સ્ટોલ ન કરવું હોય તો તેની લાઈવ સીડી પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે લીનક્સ ચલાવવું હોય ત્યારે સીડીમાંથી બુટ કરી લીનક્સમાં જવાય અને પછી જ્યારે હાર્ડડીસ્કમાંથી બુટ કરો ત્યારે વિન્ડોઝ મળે. એ રીતે તમે લીનક્સ શીખી પણ શક્શો અને શરૂઆતમાં તેના ઈન્સ્ટોલેશનની માથાકૂટમાંથી બચી પણ શક્શો.

 5. મારી પાસે ઉબન્ટુની અને SUSE ની લાઈવ સીડી/ડીવીડી છે. જો કે વર્ઝન જૂના હશે. હું ઘણા વખતથી લીનક્સના સંપર્કમાં ખાસ નથી. 🙂

  • જયભાઈ હવે તો ડાઉનલોડ ચાલું કરી દીધુ છે, એટલે ડાઉનલોડ થયા પછી ટ્રાય મારવાનો વિચાર છે..

 6. ubantu ની સીડીમાં બુટ કરશો ત્યારે જ મેસેજ આવે છે (મારી ભુલ ન હોય તો) કે સીડીમાંથી જ રન કરવું છે કે ઇન્સ્ટોલ કરવું છે.

  • હા કદાચ મારે ધ્યાન રાખવું જ પડશે, હાલ તો નેટસ્પીડ ઘટવાને કારણે માત્ર 50 ટકા જ ડાઉનલોડ થયુ છે..હવે બાકીનું કાલે..

   • મેં ઉબન્ટુ અહીંથી ડાઉનલોડ કરવાની શરૂઆત કરી છે..
    http://www.ubuntu.com/desktop/get-ubuntu/download

    બરાબર જ છે ને..?

  • સાચું. ઉબુન્ટુ – by default – લાઈવ અને ઈન્સ્ટોલર બન્ને ધરાવે છે. આ વિકલ્પ તો હું આપવાનું ભૂલી જ ગયો 🙂

   • કાર્તિકભાઈ માહીતી આપવા બદલ આભાર પણ હજી ડાઉનલોડ થયુ નથી..

 7. એ તો બરાબર જ છે. એ ISO image પરથી CD બનાવી લો પછી તેમાથી બૂટ કરશો ત્યારે એ બે ઓપ્શન આપે છે..RUN અને INSTALL. પહેલા રન કરીને ટ્રાય કરશો તો વધારે સારુ પદશે એવું હું માનું છું.

 8. jesar mehta permalink

  હું કાર્તિક સાથે સમત છું પણ આ બધી મગજમારી કરતા યુબુનતું ૧૦.૨ ઉપર નું વર્જન ગોતો સીડી xp ની અંદર ઓપન કરો સીધું સેટપ આપો. ઇન્સ્ટોલ થયા પછી રીબુટ કરો એટલે ચોઈસ આવશે xp અથવા યુબુનતું પસંદ કરો અને ચલાવો ………..

 9. મયુરભાઈ,
  શું થયું પછી લીનક્સનું? મારે પણ ઈન્સ્ટોલ કરવું છે એટલે તમારા અનુભવ જાણવા પુછું છું.
  મારે પાછી એ મુશ્કેલી છે કે મારા લેપ્ટોપમાં વિન્ડોઝ સેવન જ ચાલે છે. એક્સપી ચાલતું નથી. તો લીનક્સ ઇન્સ્ટોલ કરવામા વાન્ધો નહી આવે ને એ પણ જાણવું છે. જો કાર્તિકભાઇ કે અન્ય કોઇ મિત્રો જણાવશે તો આભારી થઈશ.

  • શાંતિ રાખો જયભાઈ,.. હું મારા લિનક્સનું શું થયુ તે કાલે આખા દિવસમાં ફોટોગ્રાફ સહિત પોસ્ટ મુકવાનો છુ..હાલ તો લાઈટવાળા શાંતિથી કોમ્પ્યુટર ચાલુ પણ કરવા નથી દેતા.. વારંવાર પાવર કટઑફ્…

   • જયભાઈ તમે અહીં જઇ શકો છો..

 10. બારડ રવીસિહ permalink

  ભાઇ મારા લેપટોપમા એક્ષ્પી ઇંસ્ટોલ થતુ નથી તો શુ તે કમાંડના પ્રકારથી ઇંસ્ટોલ થશે અને જો કમાંડથી થાય તો મને કમાંડ નો ઉપયોગ્ નથી આવડતો કમાંડ માટેની કી મને મળશે તો પ્લીઝ મારા મેઇલ પર જાણ કરજોની બસ આટલુ જ આભાર….

  • મિત્ર રવિ, અત્યારે કઇ ઓપરેટીંગ સિસ્ટમ વાપરો છો ? તમારી લેપટોપની ડીટેઇલ આપી શકશો ? એટલે કે, પ્રોસેસર, રેમ(DDR2 or DDR3), અને મધરબોર્ડ પણ…

Trackbacks & Pingbacks

 1. Tweets that mention મદદ જોઈએ છે.. « ગુજરાતીસંસાર -- Topsy.com
 2. મારો લિનક્સનો પહેલ-વહેલો અનુભવ.. « ગુજરાતીસંસાર

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: