કંટેન્ટ પર જાઓ

આખરે નવી સેવા લોન્ચ થઈ

12 ડિસેમ્બર,2010

હેલ્લો  ગુજરાતી બ્લોગજગત..!

હું આજની શુભસવારે તમારા માટે નવી માહીતી લઈને આવ્યો છું..

કેટલાય દિવસોથી મહેનત કરી રહ્યો  હતો  અને તે મહેનત આખરે રંગ લાવી છે અને મને વિશ્વાસ પણ છે કે બ્લોગજગતને આ સેવા ગમશે.

હું જ્યારથી બ્લોગજગતમાં આવ્યો ત્યારથી મને એમ થતું કે આટલા બધા ગુજરાતી બ્લોગર દિવસના લગભગ 100 થી 200 લેખ મુકી દે છે અને તેમાં પણ વડઁપ્રેસ યાદ્દચ્છિક રીતે અને વધુ જોવાતી પોસ્ટ અનુસાર અને ત્રીજી ટેગની રીતથી પણ તેની ગોઠવણી કરે છે તે વાત બરાબર..પણ મેં જોયુ કે વડઁપ્રેસ, ગુજબ્લોગ તથા બીજા અન્ય બે – ચાર ગ્રુપોને બાદ કરતા ક્યાંય પણ નવી પોસ્ટ વિશે માહીતી જોવા મળતી નથી.

એટલે જ માયબીબી કંપનીની  ઓપનસોસઁ સવિઁસની મદદ લીધી અને લગભગ નવરાત્રી પછી કામની શુભ-શરૂઆત કરી.

પણ કેટલીક ન ધારેલી અડચણોએ મને રોકી પાડ્યો કેટલાક એવા સવાલ પણ થયા કે તેનો જવાબ કોની પાસે માંગવો . ( બ્લોગજગત માટે તો સસપેન્સ રાખવાનું હતુ ને ?)

માફ કરજો પણ વધારે લાંબુ વાંચતા તમને બે-ત્રણ બગાસાં આવી જ જશે પણ જણાવવું પડે છે.

હજી બે-ત્રણ દિવસ પહેલાની જ વાત છે, ફેસબુક પર ગુજરાતીસંસારના પેજ પર માહીતીમાં ફેરફાર કરી રહ્યો હતો ત્યાં જ એક ફેસબુક મિત્ર એ પ્રશ્ન પુછ્યો ..

ગુજરાતી ગઝલ મારે વાંચવી છે કયાંય મળે ખરી ? ( તે મિત્રનું નામ યાદ નથી રહ્યુ. )

પછી તો મેં તેને મદદ કરવા તરત જ ગુગલ શોધ કરી તો પણ વડઁપ્રેસ જ આવ્યુ, પછી મેં તેને આ લિન્ક આપી .એટલે જ મેં વિચાયુઁ કે આ સાઈટ હવે જલ્દી લોન્ચ કરવી જોઈએ, કારણ કે મેં તેમાં તમે બધી જ માહીતી તેના અલગ-અલગ વિભાગોમાં જ મુકી છે જે તમે સરળતાથી મેળવી શકો છો….

જેમ કે,

 • ગુજરાતી બ્લોગ જગતના સમાચારો
 • પદ્ય વિભાગ
 • ગદ્ય વિભાગ
 • રાજકારણ અને ચચાઁ
 • બ્લોગર મિત્રોનું અંગત
 • તથા બીજા કેટલાય વિભાગો છે…

તમે આ સવિઁસ વડે શું મેળવી શકશો ..?

 1. તમારા બ્લોગ પર મુકાતી નવી પોસ્ટની લિન્ક સહીત થોડી માહીતી મુકી શકો છો.
 2. આખા બ્લોગ જગતનું નેટવકઁ બની શકે છે, જેના વડે એકબીજાનો ઇ-મેઇલ જાણ્યા વગર ઇનબિલ્ટ સિસ્ટમ વડે જ તમે અંગત સંદેશા મોકલી અને મેળવી શકો છો.
 3. આ એક ફોરમ ડિસ્કશન પણ છે જેમાં વિવિધ વિભાગો પણ ચચાઁ માટે બનાવી શકાય છે.

કેટલાક નિયમો ..

 • નિયમોમાં કંઇ ઉકાળી શકાય એવું નથી,છતા પણ રજિસ્ટર થતા પહેલા સાઈટના નિયમો અને શરતો  શાંતિથી વાંચી જવા.
 • તમે તમારા પોતાના બ્લોગ પર લખેલ કોઈપણ લેખની લિન્ક ધરાવતી સંક્ષિપ્ત માહીતી અહીં મુકી શકો છો. પણ તમારા લેખનો   જે વિષય હોય તે વિભાગમાં મુકો તો સભ્યો સરળતાથી માહીતી શોધી શકે છે.
 • તમે તમારા બ્લોગ કે વેબસાઈટની ટુલબાર ધરાવો છો ? તો અહીં ગુજરાતી ટુલબારો પર તમારી ટુલબારને સ્થાન મળશે.
 • સાઈટ પર કેટલાક વિભાગો એવા છે કે તે માત્ર રજિસ્ટર થયેલ સભ્યો જ જોઈ શકે છે.
 • કેટલીક જગ્યાએ મુકાતા તમારા નવા મુદ્દા ( લેખ – પણ મેં આખી સાઈટમાં મુદ્દો  શબ્દ વાપયોઁ છે.  ) સંચાલક કે સહસંચાલક પાસે જશે, જે તે એપ્રુવ કરે પછી જ પ્રદઁશિત થશે.
 • સાઈટ પર રહેલ વિવિધ માહીતી વિભાગો રજિસ્ટર થયા બાદ જ જોઈ શકાશે.

કોપીરાઈટ અને હકો વિશે…

 • આ એક ઓપનસોસઁ સિસ્ટમની મદદથી લોન્ચ કરવામાં આવી છે.
 • તેના જે – તે કોપીરાઈટ અને કંપનીની માહીતી જેમ હતી તેમ જ રખાયેલ છે.
 • આ આખી ઓપનસોસઁ  સિસ્ટમ માત્ર અંગ્રેજીમાંજ ઉપલબ્ધ હતી અને મારે તે સિસ્ટમને ગુજરાતી ( હા આખી જ ગુજરાતી ) માં કરવું હતું , અને મેં તે દિવસ-રાતની ટાઈપિંગની મહેનતથી પુરુ પણ કયુઁ.હવે જો કોઈ વ્યક્તિ તે મારી ટાઇપિંગ કરેલી માહીતીના શબ્દો કોપી પેસ્ટ કરીને જાતે જ થોડા ફેરફારો કરીને તેનું નવું પેકેજ બનાવે તો મને કેવું લાગે ..?ચોરી.. બરાબરને ..?
 • એટલે જો કોઇ ગુજરાતી બ્લોગર મિત્રોને કે તેના મિત્રોના મિત્રોને આ લખાણની મારી બનાવેલ આખી ઝિપ ફાઈલ જોઈતા હોય તો તેના માટે પણ હું ટુંક સમયમાં જાહેરાત કરીશ, પણ પ્લીઝ કોપી ના કરતા..

હવે આટલી બધી વાત કરી તો સાઈટની લિન્ક પણ મુકવી જ જોઈશે…

ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું..

જો તમને ગુજરાતીસંસારની ઉપર જણાવેલ લિન્ક પર જો કોઇપણ પ્રકારની લખાણની ભુલ જણાય, કે ગુજરાતીમાં અથઁનો અનથઁ થતો લાગતો  હોય તો પ્લીઝ બીજા વ્યક્તિની રાહ જોયા વગર સુચનો માટેના વિભાગમાં મુદ્દો ટપકાવી દેજો. જેથી મને તે સુધારવાની તક મળે.

તો  હવે  તમારા નવા લેખો મુકવાનું ચાલું કરી દો ગુજરાતીસંસાર પર….

Advertisements
37 ટિપ્પણીઓ
 1. “આ આખી ઓપનસોસઁ સિસ્ટમ માત્ર અંગ્રેજીમાંજ ઉપલબ્ધ હતી અને મારે તે સિસ્ટમને ગુજરાતી ( હા આખી જ ગુજરાતી ) માં કરવું હતું , અને મેં તે દિવસ-રાતની ટાઈપિંગની મહેનતથી પુરુ પણ કયુઁ.હવે જો કોઈ વ્યક્તિ તે મારી ટાઇપિંગ કરેલી માહીતીના શબ્દો કોપી પેસ્ટ કરીને જાતે જ થોડા ફેરફારો કરીને તેનું નવું પેકેજ બનાવે તો મને કેવું લાગે ..?ચોરી.. બરાબરને ..?”

  ના – જો ઓપનસોર્સ હોય તો, તમારું નામ એમને એમ રાખીને કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. એને ચોરી ન કહેવાય. 🙂

  And,

  “સવઁરનો લોડ ખુબ જ વધી ગયેલ છે, કૃપયા થોડા લાંબા સમયગાળા પછી ચેક કરો કે જ્યારે સવઁર પર બોજો ઓછો હોય.”

  ગુજરાતી ભાષાંતરમાં સુધારો કરવાની જરુર લાગતી નથી?

  • જય શ્રી કૃષ્ણ કાતિઁકભાઈ,
   તમારી વાત સાચી કાતિઁકભાઈ પણ આ સિસ્ટમ ઓપનસોસઁ તરીકે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે, અને લગભગ તેનું ગુજરાતી ટ્રાન્સલેશન મારા દ્ધારા થયુ છે. અને તમે કહ્યુ એમ કોઈ મારું નામ રાખીને આ ગુજરાતી ટ્રાન્સલેટેડ પેકેજ વાપરી શકે છે અને તે ડાઉનલોડ કરવા વિશેની માહીતી પણ ટુંક સમયમાં જ કરીશ.
   અને બીજી વાત એ કે ભાષાંતર વાળી કેટલીક ભુલોની ફરીયાદો આવે તેમ એક સાથે સુધારવામાં આવશે.,,

   • જો તમે પહેલેથી જ આ સેવાની જાણકારી આપી હોત તો – ઓપનસોર્સ અને ફ્રી સોફ્ટવેર – જે રીતે કાર્ય કરે છે તેમ, આપણે સૌ કોઈ મળીને ભાષાંતર કરી શક્યા હોત.

   • માફ કરજો કાતિઁકભાઈ પણ કદાચ તમે આ લેખ પુરો વાંચ્યો નથી..
    મેં જણાવ્યુ છે કે હું બ્લોગરો માટે સસ્પેન્સ રાખવા માગતો હતો, એટલે બધા સાથે મળીને ભાષાંતર કરે તો દેખીતી વાત છે કે સસ્પેન્સ જેવું તત્વ જ ના રહે અને મને સોનલબહેન વૈદ્ય દ્ધારા લોન્ચ કરાયેલ ફોરમ સુવીધા વિશે જાણકારી જ નહોતી. અને મેં કોઈ ગુજરાતી ફોરમ નેટ પર છે કે નહીં તે જાણવા માટે પણ ખુબ જ ગુગલિંગ કયુઁ.. છતાં કોઇ સાઈટ મળી નહીં.
    એટલે પછી મેં એમ વિચારીને લોન્ચ કરી કે કદાચ આ પહેલી વહેલી સુવિધા હશે..
    છતાં પણ ” સૌપ્રથમ ગુજરાતી ફોરમ સેવા “ શબ્દો લખવાનું ટાળ્યુ,કારણ કે પાછળથી તેવી સેવા છે તેમ ખબર પડી હોય તો..? પણ હવે હું ” બ્લોગરો માટે બીજુ સંપુણઁ ગુજરાતી ફોરમ ” એવા શબ્દોનો ઉપયોગ કરીશ …

 2. શ્રી મયુરભાઈ,

  આપના ગુજરાતી સંસાર પર વિગતો જાની ખુબ આનંદ થયો.

  આપે આખું ગુજરાતીમાં મુક્યું છે તે અમારા જેવા માટે ખુબ

  ઉપયોગી છે. આપ જેવા ગુજરાતી ભડવીર ને ધન્યવાદ.

  “ગુજરાતી સંસાર માં જુઓ મયુર ટહુકી ઉઠ્યો,

  સર્વત્ર લેખ,કાવ્યગઝલનો એક સૂત્ર મૂકી ગયો.”

 3. અભિનંદન અને શુભેચ્છાઓ.

  ગુજરાતી સંસાર ફોરમની મુલાકાત લીધી, વારંવાર નીચે પ્રમાણેનો મેસેજ મળ્યો. જોઈને સુધારો કરી લેવા વિનંતી: ‘સવઁરનો લોડ ખુબ જ વધી ગયેલ છે, કૃપયા થોડા લાંબા સમયગાળા પછી ચેક કરો કે જ્યારે સવઁર પર બોજો ઓછો હોય’

  ગુજરાતીમાં સર્વપ્રથમ ફોરમ સુવિધા સોનલબેન વૈદ્ય તરફથી રજુ કરવામાં આવી હતી: ફોર એસ.વી. વાતચિત.

  તેમજ ગૂગલની મહેરબાનીથી હવે ગુજબ્લોગ ગ્રૂપ પણ ફોરમ સુવિધા ધરાવે છે!

  • હા વિનયભાઈ ફનએનગ્યાન પર જ્યારે તમે પોસ્ટ મુકી કે ગુગલ વાળાએ ગ્રુપ માટે ફોરમ સુવિધા શરૂ કરી છે,ત્યારે તો મારા ટેન્શનનો પારો આસમાને પહોંચ્યો કારણ કે આટઆટલી મહેનત બાદ પણ જો નિષ્ફળતા મળે તો પછી શું હાલત થાય મારી..? ફોર એસ વી વાતચીત ફોરમ વિશે જણાવવા બદલ આભાર..
   આ સવઁર વાળો મેસેજ તો મારે પણ આવે છે પણ જો તમે આ મેસેજ આવે તો તે ખુલ્લો રહેવા દઇ બીજા અન્ય વેબબ્રાઉઝરમાં પ્રયત્ન કરી જુઓ મારે તો અહીં બરાબર જ સાઈટ ખુલે છે. અને આવેલ ફરીયાદને કારણે આ મેસેજનું જલ્દીથી કંઈક કરવું પડશે..

   આભાર..

   • બ્રાઉઝર બદલવાની માથાકૂટ છે. હું શરૂઆતમાં નેટેસ્કેપ નેવિગેટર વાપરતો હતો (ત્યારે એ એક જ બ્રાઉઝર હતું) પછી ઓપેરા વાપરવાનું શરૂ કર્યું અને હવે ગૂગલ ક્રોમ (રજુ થયું તે જ દિવસથી) વાપરું છું.

   • જય શ્રી કૃષ્ણ વિનયભાઈ,

    મેં તમને જે બ્રાઉઝર બદલવાની માથાકુટ સુચવી તે કામચલાઉ હતી, કે જ્યાં સુધી સોલ્યુશન આવી જાય..
    પણ હવે સોલ્યુશન આવી ગયુ છે.

 4. Well Done!!! Nice steps to bring all blogger in one place..

  All the very best,,,

 5. ખુબ સરસ સેવા ચાલુ કરી છે…
  અભિનંદન મયુરભાઈ
  Madhav’s Magic Blog

 6. સરસ માહિતિ આપી, આનંદ.

 7. શ્રી મયુરભાઈ આપની મહેનત રંગ લાવી તેનો અમોને આનંદ છે..
  અભીનંદન..

 8. પ્રથમ ફોરમ સુવિધા સોનલબેન ( S.V } વૈદ્ય તરફથી કરવામાં આવી હતી.
  We recall meetinig in Mumba with SV.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

 9. મયુરભાઈ ખુબ જ સરસ ગુજરાતીસંસાર – ગુજરાતી બ્લોગજગતનું આંગણું..બનાવ્યું છે . વધુ ને વધુ સફળતા મેળવો તેવી શુબેચ્છાઓ .

 10. વધુ ને વધુ સફળતા મેળવો તેવી શુભેચ્છાઓ . ( ઉપરની કોમેન્ટ સુધારીને વાંચવી )

 11. congratulations nice blog

 12. સસ્પેન્સ? તો તો બરાબર 🙂

  આશા રાખીએ કે તમારી સેવા બ્લોગ જગતને ખૂબ ઉપયોગી થાય. વધુ ફીડબેક થોડા સમય પછી આપીશ.

 13. મયુરભાઈ, તમે ગુજરાતી ટાઈપ કરવા માટે કયો ટાઈપપેડ વાપરો છો?

  પૂછવાનું કારણ, તમે રેફ (દા.ત. સોર્સ)ને બદલે ચંદ્રબિંદુ (સોસઁ) વાપરો છો! સુધારી લેશો!

  • Xp ના ઇનબિલ્ટ ગુજરાતી ફોન્ટ આવે છે તે…
   જેમ કે મારે ” મયુર ” લખવું હોય તો IME કી બોડઁ વડે mayura લખાય , પણ હું જે લે-આઉટ વાપરું છું તેના વડે મયુર લખવું હોય તો ” c/gj ” લખવું પડે.. છતાં ફાવટ આવી ગઇ છે..

 14. ભજનામૃતવાણી (http://bhajanamrutwani.wordpress.com) વાળા અતુલભાઈએ મને વર્ષો પહેલા આ લેઆઉટ નું (ડોસ બેઝ્ડ)ટ્યુટર આપ્યું હતું, ત્યારથી એ જ વાપરું છું. નાછૂટકે જ ટ્રાન્સલીટરેશન વાપરું છું.

 15. “હવે સફળતાપુવઁક સોર્સ લખાયુ…”

  પુવઁક નહીં પણ પૂર્વક

 16. Congrats Mayurbhai …!

Trackbacks & Pingbacks

 1. ગુજરાતીસંસાર દ્ધારા નવી સેવા « ગુજરાતીસંસાર
 2. આખરે નવી સેવા લોન્ચ થઈ | indiarrs.net Classifieds | Featured blogs from INDIA.
 3. ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર |
 4. ગુજરાતી/હિન્દી ટાઈપીંગ શીખવા માટે નું ટ્યુટર |

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: