Skip to content

એક સવાલ જેનો જવાબ નથી..!..!

2 જૂન,2010

હા,લગભગ સાચે જ કોઈની પાસે નથી!.!

મિત્રો આજે આપણે એક એવા ન ઉકેલાયેલ પાસા વિશે માહીતગાર થવાના છીએ જેનો જવાબ વિજ્ઞાનીઓ પાસે પણ નથી અને મારી પાસે પણ નથી . આમ વિષયને સરખાવીએ તો ભુસ્તરશાસ્ત્રનો વિષય બને પણ કેટલીક ન બનવાની ઘટનાઓએ પરિસ્થિતિ ગંભીર બનાવી છે.

નીચેનો ફોટોગ્રાફ જુઓ


શું છે આ ?

તમે જવાબ પણ એક જ લીટીમાં દેશો કે આ તો કોઈ કંપનીનો સિમ્બોલ છે તેમાં વળી શું નવી નવાઈ..

જો તમે આવો જવાબ આપશો તો તમે સદંતર ખોટા છો.આ કોઈ સિમ્બોલ કે આકૃતિ નથી પણ મોટા મકાઈના ખેતરમાં દોરવામાં આવેલ ક્રોપ સકઁલ (ભેદી કુંડાળુ) છે જે અત્યાર સુધી મળેલ માહીતી પ્રમાણે માનવસજિઁત નથી. અને આવા એક નહી પણ અનેક સકઁલ કોણ બનાવે છે તે પણ ખબર નથી.

હવે તમારો સવાલ એ જ હશે કે,
જો આ વૈજ્ઞાનિકો કે અન્ય કોઈએ બનાવ્યા નથી તો કોણે બનાવ્યા હોઈ શકે?

બસ આ જ વાત કોઈને સમજાતી નથી,આંતકવાદી ઘટના બને તો તેની જવાબદારી લેવાનું આતંકી સંગઠનો ચુકતા નથી તો પછી આવી એન્જિનિઅરિંગની શોધ જો કોઈએ કરી હોય તો તે માટે પોતે માન-સન્માન મેળવવાનું ચુકે નહી.

ક્રોપસકઁલ વિશે વિસ્તૃત ચિતાર માટે નીચેના મુદાઓ વાંચો..

 • તે કોઈ માણસે બનાવેલ આકૃતિ નથી.કારણકે સાંજ થતા પહેલા જે ખેતર સકઁલ વિનાનું હોય અને પાક લહેરાતો હોય ત્યાં બીજે દિવસે સવારે આ ભેદી કુંદાળું સજાઁઈ ગયું હોય છે..
 • વૈજ્ઞાનિકોમા મતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ આવા સચોટ સકઁલ માત્ર એક રાતમાં બનાવવા મુશ્કેલ છે એટલે તે માનવસજીઁત નથી.
 • તેના ખુણે ખુણા સચોટ છે તેની બનાવટમાં ક્યારેય ક્યાંય પણ ભુલ જોવા મળી નથી.
 • તેની બનાવટમાં વિવિધતા છે જેમકે જેલીફીશ,પાઈ સકઁલ
  (ઉપરનો ફોટો પાઈના સકઁલનો છે જે પાઈનો જવાબ 3.1415926 સુચવે છે)

કેટલાક વિરોધાભાસો

 • કેટલાક વૈજ્ઞાનિકો અને વ્યક્તિઓ પણ માને છે કે જરૂર આ બીજા ગ્રહના એલિયન (બુદ્ધીશાળી જીવો)નું કામ છે. તેનો તો વિડિયો પણ યુટ્યુબ પર છે હવે તે સાચો છે કે ખોટો તે નક્કી કરવાનું કામ તમારું છે તે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.
 • જો કોઇક વ્યક્તિ કે નિષ્ણાતો આ કામ કરતા હોય તો પણ માની શકાય નહી. કારણ કે જગતના ઘણા ખરા દેશો આના ભોગ બન્યા છે એટલે એકસાથે આવી રીતે છુપીરીતે કોઈ વ્યક્તિ કે નિષ્ણાતો  આ કાયઁ ને પુણઁ કરી શકે નહી.

ક્રોપ સકઁલ વિશે વધું..

કેટલાક ફોટોગ્રાફ..

ફાયરફોક્સ ક્રોપ સકઁલ (માનવસજિઁત છે.)
ફાયરફોક્સ ક્રોપ સકઁલ

જેલિફીશ (માનવસજિઁત નથી)
જેલિફીશ સકઁલ

અન્ય કેટલાક સકઁલો (માનવસજિઁત નથી)
અન્ય

તેના વિશે થયેલ પ્રયોગો..

ક્રોપસકઁલ કોઈ વ્યક્તિ કે વૈજ્ઞાનિકોના જુથ માત્ર એક રાતમાં બનાવી શકે કે નહી? તે ખુલાસો જાણવા માટે ડિસ્કવરી ચેનલે ઇ.સ. 2002 માં MIT નામની એન્જિનિઅરિંગ સંસ્થાના પાંચ એન્જિનિઅર નિષ્ણાતોને એક જ રાતમાં આવું સકઁલ આંકી આપવા જણાવ્યું પણ બધી મહેનત અંતે વ્યથઁ નીકળી કારણકે ચેનલે આપેલા સમયમાં તેને પુણઁ કરાયુ હતું પણ તેના નિષ્ણાતોએ આપેલ ક્રોપસકઁલ માટેના નિયમોનું પાલન થતું ન હતું..

ખાસ તમારા માટે..

હવે તમારા માટે ઉપયોગી કેટલીક વાતો કહેવી છે

 1. જો તમને ખબર પડે કે આ સકઁલ (ભેદી કુંડાળા) કોણ બનાવે છે તો મને મારા ઇ-મેઇલ પર જરૂર જણાવશો..
 2. ડિસ્કવરીએ તેના આ પ્રયોગનો એપિસોડ ઇ.સ. 2002 માં 10 ઓક્ટોબરના રોજ Crop circles Mysteries in the fields નામે ચેનલ પર પ્રસારીત પણ કયોઁ  હતો જો તમને તેની ડાઉનલોડ લિન્ક મળે તો અહીં કોમેન્ટમાં તેની લિન્ક આપી દેવી.
 3. વધુ માહીતી માટે તમે ક્રોપ સકઁલ નામે ગુગલ પર સચઁ કરી શકો છો..!..!!!
 4. વધારે ફોટોગ્રાફ જોઈતા હોય તો અન્ય કેટલીક સાઈટો અને ગુગલ અને બિંગ IMAGE SEARCH પર મળી રહેશે..
Advertisements

From → સત્ય

20 ટિપ્પણીઓ
 1. ખરે જ ’લાજવાબ’ સવાલ છે !!
  ક્રોપ સર્કલ વિશે સારી એવી માહીતિ મળી, એક સુંદર અને ટેકનોલોજીકલ લેખ.

 2. વાહ,જબરદસ્ત છે સાચે જ આ કોણ બનાવતું હશે તે ખબર ન પડી

 3. Though I have some english movie based on this story, I liked the post. 🙂

  • sansaradmin permalink

   જો તમારી પાસે આ વિષયને લગતું ફિલ્મ હોય તો તમે તેને rapidshare.com કે megaupload જેવા સવઁર પર મુકીને તેની ડાઉનલોડ લિન્ક મિત્રો સાથે શેર શકો છો..
   મને પણ આવા મુવી પસંદ છે જો ઇન્ટરનેટ પર મુકો તો મજા આવશે.

 4. આ તો બહુ જ નવાઈની વાત જાણવા મળી. મારા મિત્રોને પણ જણાવું છું.

 5. just amazing.

 6. અરવિંદભાઇ પટેલ permalink

  એ મકાઈના ખેતરમાંજ ફક્ત જોવા મળે એવું નથી. અહી ઈંગ્લેન્ડમાં ઘઉંનો પાક પુષ્કળ થાય છે અને તેથી અહી આવી આકૃતિઓ ઘઉંના ખેતરોમાં ઘણી જોવા મળે છે. મેં ખુદ મારી નજરે ઘણી વાર આવી આકૃતિઓ જોઈ છે. જે એક વણ ઉકેલ્યું રહસ્ય છે.
  -અરવિંદભાઈ.
  બોલ્ટન, યુ.કે.થી.

 7. Sharad Shah permalink

  Recently one Indian TV channel telecasted report on the subject and finally it was found that all such crop circles are made by mischievous people in the world and few were caught too. In England two engineers were caught and when they confessed, court asked them to prove practically. They have shown their art publicly, which is recorded. They were using simple wooden logs and ropes to make such crop circles.

  • sansaradmin permalink

   પ્રિય શરદભાઈ,
   આ વાત પર તો મને પણ વિશ્વાસ નથી આવતો કે કોઈ વ્યકિત કે વ્યકિત સમુહો આ કરી શકે કારણ કે આખા વિશ્વમાં દરેક સ્થળે વારાફરતી તેઓ બનાવી શકે ખરા..
   પણ…
   આટલા સચોટ સકઁલ નહી..
   અને તેની વેરાયટી તો જુઓ કેટ-કેટલી.?
   આ લેખમાં આપેલ પાઈ સકઁલને ઉકેલવામાં સંશોધકો અને કોડબ્રેકરોને પણ ફાંફા પડી ગયા હતા.
   અને રાતના અંધારામાં તો આવા કામો કરવા એટલે…?
   ટીવી ટેલિકાસ્ટમાં બતાવેલ સાચું પણ હોઈ શકે,આપણે કોઈનો વિરોધ કરવો નથી..

 8. sansaradmin permalink

  મિત્રો હજી લેખ મુકાણો ન મુકાણો ત્યાં તો નવા સમાચાર આવ્યા..!
  હા નવું ક્રોપ સકઁલ દેખાયું છે.
  વિલ્ટશાયર પરગણામાં દેખાયું છે.
  આ હું નથી કહેતો પણ નીચેની લિન્ક કહે છે.

  http://www.cropcircleconnector.com/2010/liddingtoncastle/liddingtoncastle2010a.html

  તારીખ : Thursday 3rd June 2010
  સ્થળ : Liddington Castle, nr Swindon, Wiltshire.

 9. ખરેખર એક નવી અને સારી માહિત મળેલ છે. મારા સર્કલ માં પણ જરૂરથી સેર કરીસ.

  અદભૂત કહી શકાય!?

 10. અરવિંદભાઇ પટેલ permalink

  થોડી વધુ માહિતી.

  http://en.wikipedia.org/wiki/Crop_circle

 11. અરવિંદભાઇ પટેલ permalink

 12. અરવિંદભાઇ પટેલ permalink

 13. Check-out this thriller science-fiction Hollywood movie made by Indian-American director, Night Shyamalan,
  http://en.wikipedia.org/wiki/Signs_(film)

  There is also 50 minute documentary on Crop circle

  • ફિલ્મ વિશે સરસ માહીતી અને વિડીયો લિન્ક આપવા બદલ ધન્યવાદ..

 14. આશ્ચર્યકારક અને રસપ્રદ માહિતી
  thanks for sharing

 15. riyaz randeri permalink

  abhinandan ho…udti rakabio…ane khetaro mahi “kala“karekhar adbhut..joy gujarat

 16. Jeet Patel permalink

  safari gujarati magazine ma pan aani mahiti che .ank no no. yaaad nathi pan te no. melvava aa site par juna anko shodhi juo malshe

  http://www.safari-india.com

  • thanks..
   i found it on safari no.182 here
   http://www.guj.safari-india.com/GujaratiIssue182.aspx
   i must purchase it to read. 🙂

કોમેન્ટ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: